Sat Sep 12 2026

Logo

એરપોર્ટ પર 12.50 કરોડનો ગાંજો જપ્ત: છ પ્રવાસીની ધરપકડ

2026-03-10 17:58:00
Author: Yogesh D. Patel
એરપોર્ટ પર 12.50 કરોડનો ગાંજો જપ્ત: છ પ્રવાસીની ધરપકડ

મુંબઈ: કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ મુંબઈ એરપોર્ટ પરથી 12.50 કરોડ રૂપિયાથી વધુનો ગાંજો પકડી પાડીને છ પ્રવાસીની ધરપકડ કરી હતી. 3 માર્ચથી 10 માર્ચ, 2026 દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી.

બેંગકોકથી ફ્લાઇટમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવેલા છ પ્રવાસીને કસ્ટમ્સ વિભાગને શંકાને આધારે આંતર્યા હતા. તમામ પ્રવાસીઓના સામાનની તલાશી લેવામાં આવતાં તેમાં છુપાવવામાં આવેલો 12.03 કરોડ રૂપિયાનો ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો મળી આવ્યો હતો. આથી તમામ પ્રવાસીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સીસ (એનડીપીએસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.

બીજી તરફ બેંગકોકથી આવેલા અન્ય એક પ્રવાસી પાસેથી પણ 49.9 લાખ રૂપિયાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરાઇ હતી. દરમિયાન ત્રણ પ્રવાસી પાસેથી દાણચોરીનું 59.57 લાખ રૂપિયાનું સોનું જપ્ત કરાયું હતું.