વૈદિક જ્યોતિષ મુજબ 16 માર્ચ સોમવારે સાંજે 6.13 કલાકે ચંદ્રમા કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે 18 માર્ચના બુધવારે રાતે 11.35 વાગ્યા સુધી ત્યાં રહેશે. લગભગ 54 કલાક સુધી બનનારા મહાલક્ષ્મી યોગની અસર અનેક દિવસો સુધી રહી શકે છે. હાલ કુંભમાં મંગળ ઉપરાંત રાહુ પણ છે. આવામાં કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગ પણ બનશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ મહાલક્ષ્મી માતાના આશીર્વાદનો અર્થ એટલે જાતકોને ધન, આવક, પૈસો, સમૃદ્ધિ વગેરેમાં ઉછાળો આવી શકે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રમાને સૌથી ઝડપથી ગોચર કરતો ગ્રહ ગણાવવામાં આવ્યો છે, કારણ કે ચંદ્ર એક રાશિમાં લગભગ અઢી દિવસ રહે છે. આવામાં કોઈને કોઈ ગ્રહ સાથે તેની યુતિ થતી જ રહી છે કે પછી દ્રષ્ટિ નાખે છે જેનાથી શુભ યોગ બનાવે છે. ચંદ્રમાનો સંબંધ મન, ભાવનાઓ, માનસિક શાંતિ, સ્થિરતા, સુખ સુવિધા, ધન સંપત્તિ, મુસાફરી સાથે હોય છે. આવો આ ચંદ્ર ટૂંક સમયમાં જ ગ્રહોના સેનાપતિ મંગળ સાથે યુતિ કરશે.
મુંબઈના એક જ્યોતિષાચાર્ય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ચંદ્ર અને મંગળની આ યુતિને કારણે મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. 16મી માર્ચના રોજ ચંદ્રમા કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં મંગળ સાથે યુતિ થશે. જેનાથી બનતો રાજયોગ કેટલીક રાશિના જાતકોને પુષ્કળ લાભ કરાવી શકે છે. કેટલીક રાશિના જાતકો માટે આ મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ લાભદાયી સાબિત થવાનું છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મેષઃ
મેષ રાશિવાળાને આ રાજયોગ અનેક ક્ષેત્રોમાં લાભ કરાવી શકે છે. આ રાશિના અગિયારમાં ભાવમાં આ બંને ગ્રહોની યુતિ થઈ રહી છે. આવામાં આ રાશિના જાતકોને આવક અને લાભમાં ખાસ તક મળી શકે છે. 11મો ભાવ આવક, લાભ, ઈચ્છાઓની પૂર્તિ, સામાજિક નેવર્ક, ભાઈ બહેનો, મિત્રોનો કારક ગણાય છે. એટલે અનેક ઈચ્છાઓ પણ પૂરી થઈ શકે છે. શિક્ષણના ક્ષેત્રમાં પણ લાભ મળવાના યોગ છે. અચાનક ધનલાભ થઈ શકે છે. સમાજમાં માન સન્માન વધે. નોકરીયાતોને પણ લાભ થઈ શકે. પદોન્નતિ સાથે પગાર વધારો થઈ શકે છે. જમીન સંપત્તિ સંબંધિત અટકેલા કામો પૂરા થઈ શકે છે. આત્મવિશ્વાસમાં પણ વધારો થઈ શકે છે.
સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે મંગળ અને ચંદ્રમાના સંયોગથી બનનારો મહાલક્ષ્મી રાજયોગ અત્યંત લાભકારી રહી શકે છે. આ રાશિના સાતમા ભાવમાં ચંદ્ર મંગળની યુતિ થઈ રહી છે. જેનાથી આત્મવિશ્વાસ વધી શકે છે. નોકરી બદલવાનું વિચારતા હોવ તો લાભ થઈ શકે છે. ફ્રીલાન્સ કામ થઈ શકે છે અને સારા પૈસા કમાઈ શકો છો. લાંબા સમયના રોકાણની તક મળી શકે. અસુરક્ષાની ભાવના ઘટે. નિર્ણય લેવાની ક્ષમતા વધી શકે.
કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે પણ આ યોગ અત્યંત ફળદાયી રહી શકે છે. આત્મવિશ્વાસ વધશે. પરંતુ ઓવરકોન્ફિડન્સથી બચવું. નહીં તો ભારે નુકસાન થઈ શકે. આ રાશિના લગ્ન ભાવમાં મંગળ અને ચંદ્રમાની યુતિથી મહાલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે. આવામાં આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. રિસર્ચ, ટેક્નિક, મેડિકલ કે આઈટી સાથે જોડાયેલા જાતકોને ખુબ લાભ થઈ શકે. માનસિક તણાવ ઘટી શકે.