Mon Oct 05 2026

Logo

અમેરિકાના મોન્ટાનામાં 8 સંબંધીઓને ગોળી મારી, મૃતકોમાં ચાર બાળકો; સનકીએ પોતાને ઉડાવ્યો

Washington   2026-08-26 13:30:12
Author: Mumbai Samachar Team
અમેરિકાના મોન્ટાનામાં 8 સંબંધીઓને ગોળી મારી, મૃતકોમાં ચાર બાળકો; સનકીએ પોતાને ઉડાવ્યો

વોશિંગ્ટનઃ યૂનાઇટેડ સ્ટેટ્સના મોન્ટાના રાજ્યના બિલિંગ્સ શહેરથી એક એવી ઘટના સામે આવી છે, જે માણસાઇને લઇને સવાલો ઉભા કરે છે. અહિં એક વ્યક્તિએ પોતાના  8  સંબંધીઓને ગોળી મારી અને પછી પોતે આત્મહત્યા કરી લીધી.

મોન્ટાનાના બિલિંગ્સ શહેરમાં બનેલી આ ઘટનામાં શખ્સે જે 8 લોકોને માર્યા તેમાં ચાર બાળકો હતા. આરોપીએ જે લોકોને માર્યા તેમાં એક જ પરિવારના ચાર પેઢીના લોકો હતા. 

8 સગાસંબંધીઓની કરી હત્યા

પરિવાર તરફથી એક પ્રવક્તાએ  'ધ એસોસિએટેડ પ્રેસ'ને જાણકારી આપતા જણાવ્યું કે બિલિંગ્સમાં એક ઘર પર રવિવારે ડિનર દરમ્યાન આ દુર્ઘટના થઇ. એક વ્યક્તિએ પોતાના 8 સંબંધીઓની હત્યા કરી અને પછી પોતે આપઘાત કરી લીધો.

જેનિફિર મર્સર, જેણે અંતિમ સંસ્કાર અને અન્ય ખર્ચમાં મદદ માટે ઓનલાઇન ફંડરેજર શરુ કર્યું. તેને આ ઘટનાની જાણકારી આપવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા. 

જેનિફર મર્સરે જણાવ્યું કે માર્યા ગયેલા લોકો આ સંયુક્ત પરિવારની ચાર પેઢીઓથી હતા. તેમાં 90ના દશકની ઉંમરવાળી પરદાદીથી લઇને 7 વર્ષની બાળકી સુધી સામેલ હતા.

પોલીસે તપાસ શરૂ કરી

પોલીસે જણાવ્યું કે આ બધા લોકોએ રવિવારે સાંજે ઘરે બોલાવ્યા હતા. ઘરને સંપૂર્ણ રીતે આગમાં લપેટોમાં ઘેરાયાની ઠીક પહેલા આસપાસના લોકોએ ઘરના પાછળના ભાગમાંથી ગોળીબારનો અવાજ સાંભળ્યો. પોલીસે ઘણાં લોકોના મોતની પુષ્ટી કરી જેમાં એક વ્યક્તિનું મોત પોતાને ગોળી મારવાથી થયું હતું.