Tue Oct 06 2026

Logo

મહિલા એશિયા કપઃ ટ્રોફી વિવાદ મુદ્દે વિદેશ મંત્રાલય હસ્તક્ષેપ કરશે કે નહીં, પ્રવક્તાએ સ્પષ્ટતા કરી

2026-09-15 19:37:16
Author: Mumbai Samachar Team
મહિલા એશિયા કપઃ ટ્રોફી વિવાદ મુદ્દે વિદેશ મંત્રાલય હસ્તક્ષેપ કરશે કે નહીં, પ્રવક્તાએ સ્પષ્ટતા કરી

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને હરાવીને એશિયાકપ પર ભારતનું નામ લખી દીધુ છે. જીત પછી મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રિત કૌરની અધ્યક્ષતામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવીને અરીસો દેખાડી દીધો. મહિલા ટીમે નકવીના હાથેથી ટ્રોફી લેવાનો ઈન્કાર કરી દીધો હતો. નક્વી એશિયા ક્રિકેટ પરિષદના પણ અધ્યક્ષ છે. આને લઈને અગાઉ પણ વિવાદ થયો હતો. નક્વી પણ ટ્રોફી આપ્યા વગર સ્ટેડિમયથી જ રિટર્ન થઈ ગયા. વૈશ્વિક ક્રિકેટ મંચ પર નક્વીની બીજીવાર બેઈજ્જતી થઈ ગઈ. નકવી સ્ટેડિયમમાંથી ખાલી હાથે પરત જઈ રહ્યા હતા. 

સ્ટેડિયમમાંથી હુરિયો બોલાવ્યો
નકવી બાહર જઈ રહ્યા હતા એ સમયે સ્ટેડિયમમાં રહેલા લોકોએ એની વિરૂદ્ધમાં નારેબાજી કરી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોરશોરથી શૅર થઈ રહ્યો છે. નકવી પાડોશી દેશ પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડના પણ પ્રમુખ છે. ફાઈનલ મેચ દરમિયાન અધિકારીઓ તથા શ્રીલંકાના ખેલાડીઓને મેડલ આપ્યા બાદ, પુરસ્કાર સમારોહમાં ગયા હતા. વર્ષ 2026ની એશિયા કપ ફાઈનલ જીત્યા બાદ, ભારતીય ટીમ મેદાન પર યોજાયેલા સમારોહમાં પણ હાજર રહી ન હતી. અગાઉ 2025માં પણ પુરુષ ટીમે નકવીના હસ્તે એશિયા કપની ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ભારતીય ટીમને તે ટ્રોફી આજદિન સુધી મળી નથી. આવું બીજીવાર થયું જ્યારે મહિલા ક્રિકેટ ટીમે પણ એશિયાકપમાં વિજય વાવટા ફરકાવ્યા બાદ એશિયાકપ પર ભારતનું નામ લખી દીધુ હતુ પણ ટ્રોફી મળી નહીં. 

ટ્રોફી વગર સમારોહ પૂરો
એક મીડિયા રિપોર્ટ અનુસાર તે ટ્રોફી એસીસી (ACC)ની ઓફિસમાં જ છે. મુખ્ય પુરસ્કાર સમારોહ પહેલાં, બીસીસીઆઈ (BCCI)ના સચિવ દેવાજીત સાઈકિયા અને ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ નંદિની શર્માને 'ફિલ્ડિંગ મેડલ' અર્પણ કર્યો હતો. સાઈકિયાએ ખેલાડીઓને સંબોધિત પણ કર્યા હતા અને તેમને અભિનંદન પાઠવ્યા હતા. ટાઇટલ મેચ બાદ સ્ટેડિયમમાં પુરસ્કાર સમારોહ માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. મંચ પર નકવી સહિતના ACCના અધિકારીઓ ઉપસ્થિત હતા. નકવીએ શ્રીલંકાની કેપ્ટન ચમારી અથાપથ્થુને રનર-અપનો ચેક સોંપ્યો. અથાપથ્થુએ ચેક સ્વીકાર્યો અને મંચ પરથી નીચે ઊતરી ગઈ. ભારતને ટ્રોફી અર્પણ કરવાની હતી, પરંતુ ટ્રોફી સોંપ્યા વિના જ સમારોહ સંપન્ન થયો. 

વિદેશ મંત્રાલયે હાથ ઊંચા કર્યા
પુરુષોની એશિયા કપ ટુર્નામેન્ટ દરમિયાન પણ આવી જ ઘટના બની હતી, જેમાં વિજેતા ભારતીય ટીમને ટ્રોફી આપવામાં આવી ન હતી કારણ કે ટીમ ઈન્ડિયાએ નકવીના હાથે તે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. એશિયા કપ ટ્રોફીના વિવાદ પર હવે વિદેશ મંત્રાલયે ગંભીર નોંધ લીધી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પણ સવાલ કર્યો હતો કે,  આ મામલો મંત્રાલયના અધિકાર ક્ષેત્રમાં આવે છે, હવે શું સરકાર આ અંગે હસ્તક્ષેપ કરશે? આ મામલો સંપૂર્ણ રીતે BCCIના અધિકારીના ક્ષેત્રમાં આવે છે. એક રીતે જોઈએ તો વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે, આ મુદ્દા પર એમની કોઈ ભૂમિકા રહેશે નહીં. BCCI પોતાની રીતે આ મુદ્દો ઉકેલે.