મુંબઈ: દેશમાં સતત ચર્ચામાં રહેલા જેન ઝી આંદોલન અંગે આરએસએસ વડા મોહન ભાગવતે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જેન ઝી સંવાદમાં જણાવ્યું હતું કે ભારતની શિક્ષણ વ્યવસ્થામાં હજુ પણ સુધારાની જરૂર છે. આંદોલન સંવાદનો એક હિસ્સો છે. તેમજ આંદોલન સર્વસંમતિ માટે થવું જોઇએ વિભાજન માટે નહિ.
જેન-ઝી દેશવિરોધી નથી
આ ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનોને 'રાષ્ટ્રવિરોધી' ગણાવવા અંગે જણાવ્યું કે તો તેઓ દેશવિરોધી નથી. તેઓ આપણા પોતાના લોકો છે આપણી આગામી પેઢી છે. મને નથી લાગતું કે જેન ઝી એવા છે. મારું માનવું છે કે નવી પેઢીઓ જેન ઝી અને જેન આલ્ફા આપણી વર્તમાન પેઢી કરતાં વધુ પ્રમાણિક છે. તેઓ દેશભક્તિ અને સેવા સંબંધિત સાચી અપીલોનો પ્રતિભાવ આપે છે.
આંદોલન પણ સંવાદનું એક સ્વરૂપ
જેન ઝી સંવાદ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડૉ. મોહન ભાગવતે જણાવ્યું હતું કે જો અવાજ સાંભળવામાં ન આવે તો વિરોધનો આશરો લઈ શકાય છે. તેમણે ટિપ્પણી કરી હતી કે આંદોલન પણ સંવાદનું એક સ્વરૂપ છે. તેમણે કહ્યું, લોકશાહીમાં અસંમતિ પણ સર્વસંમતિ બનાવવાનો એક માર્ગ છે. વિવિધ દ્રષ્ટિકોણ ઉભરી આવે છે અને ચર્ચા પછી સર્વસંમતિ પ્રાપ્ત થાય છે.
VIDEO | Mumbai: On being asked about protests and concerns that protesters may be labelled "anti-national", RSS chief Mohan Bhagwat, while addressing Gen Z and Gen Alpha, says, "...I want to make it clear that if Gen Z engages in any agitation, they are not anti-national. They… pic.twitter.com/XWU9coSnTg
— Press Trust of India (@PTI_News) August 6, 2026
આંદોલન સર્વસંમતિ માટે થવું જોઇએ વિભાજન માટે નહિ
આ ચર્ચા સંવાદ દ્વારા થઈ શકે છે. જો કોઈનો અવાજ સાંભળવામાં ન આવે તો આંદોલન કરી શકાય છે. તેમજ આંદોલન સર્વસંમતિ માટે થવું જોઇએ વિભાજન માટે નહિ. તેમણે વધુમાં જણાવ્યું કે હાલમાં જે મુદ્દા પર જેન-ઝીએ આંદોલન કર્યું તે યોગ્ય હતું. ભારતની શિક્ષણ પ્રણાલીમાં ઘણા સુધારાની જરૂર છે. જેન-ઝી તાર્કિક પ્રશ્નો અને જવાબ ઈચ્છે છે. જે લોકશાહી રીત છે.
જેન ઝીએ મુદ્દાઓ પર લોકશાહી રીતે આંદોલન કરવું જોઇએ
તેમણે વધુમાં જણાવ્યું કે,અમે બધા પાસાઓ પર વિચાર કરીએ છીએ અને દરેકનો પોતાનો દ્રષ્ટિકોણ હોય છે. આપણને અનેક પ્રકારના મંતવ્યો મળે છે. જેમાં વિરોધી મંતવ્યો પણ શામેલ છે.જે એકસાથે સત્યનું સંપૂર્ણ ચિત્ર બનાવે છે. તેમજ જેન ઝીએ મુદ્દાઓ પર લોકશાહી રીતે આંદોલન કરવું જોઇએ.
આંદોલનો સિસ્ટમને સુધારવા માટે હોવા જોઇએ
તેમજ જેન ઝી માત્ર દેખાવા માટે આંદોલન નથી કરી રહ્યા. પરંતુ તે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તે સિસ્ટમમાં બદલાવ ઈચ્છે છે.તેમજ આંદોલનો કોઇની વિરુદ્ધ ના હોવા જોઇએ પરંતુ સિસ્ટમને સુધારવા માટે હોવા જોઇએ.