કોલંબોઃ કોઈ રેગ્યુલર બૅટ્સમૅન ગમે એવી ફટકાબાજી કરે ત્યારે હરીફ ટીમના કોઈ ખેલાડીને તેના બૅટ (Bat) પર લેશમાત્ર શંકા ન જાય, પરંતુ જ્યારે કોઈ રેગ્યુલર બોલર મોકો મળતાં બૅટથી ધમાલ મચાવી દે તો હરીફ ટીમને તેના વિશે કોઈક પ્રકારની શંકા તો થાય જ. તેમને વિચાર આવે કે આ બોલરનું બૅટ અચાનક કેમ બોલવા લાગ્યું?
રવિવારે કોલંબોમાં ભારતના પેસ બોલર મોહમ્મદ સિરાજ (Siraj) સાથે આવું જ થયું. તેણે મૅચની અંતિમ ક્ષણોમાં (આઇપીએલની કોઈ મૅચમાં ધબધબાટી બોલાવવામાં આવે એ રીતે) જે અંધાધૂંધ ફટકાબાજી કરી એનાથી શ્રીલંકા ક્રિકેટ ઇલેવનના ખેલાડીઓ ડઘાઈ ગયા હતા. એ તો ઠીક, પણ તેઓ મૅચ પછી તેઓ સિરાજ પાસેથી તેનું બૅટ લઈને તપાસતા જોવા મળ્યા હતા.
SRI LANKAN PLAYERS CHECKING THE BAT OF SIRAJ 😂🔥
— Johns. (@CricCrazyJohns) August 9, 2026
- He scored 32*(15) & won the game for India. pic.twitter.com/dAdvFe8fIY
સિરાજને આખી મૅચના બન્ને દાવમાં કુલ મળીને માંડ એક વિકેટ મળી હતી, પણ રવિવારે તેણે પાંચ બૉલમાં ચાર છગ્ગા ફટકારી દીધા હતા. ભારત 207 રનનો લક્ષ્યાંક મેળવવા જતાં જીતી જ રહ્યું હતું, પણ સિરાજની આતશબાજીને કારણે થોડી વહેલી અને રોમાંચક જીત મળી હતી. તેણે હરીફ ટીમના કૅપ્ટન ગમાગે સોનલ દિનુશાની ઓવરના પાંચમા બૉલમાં છગ્ગો માર્યો હતો અને પછી એક રન દોડીને સ્ટ્રાઇક સાચવી રાખી હતી. કદાચ સારાંશ જૈનને બદલે તે પોતે જ મૅચ ખતમ કરવા માગતો હતો.
DSP Siraj Arrested SL X1
— Kaushy (@kaushyy14) August 9, 2026
When 16 runs needed in Final over
Mohammed Siraj Smashed 6 6 6 🔥😮
Mohd Siraj and Sri Lanka love realation never ending 😭🤣🫣 #INDvsSL #CricketIndia #TestCricket #MohammedSiraj #TeamIndia pic.twitter.com/fQipz1YT5x
શ્રીલંકાના બોલર નુવાન્થાએ ઓવર શરૂ કરી ત્યાં જ તેનું આવી બન્યું. સિરાજે ઉપરાઉપરી ત્રણ બૉલમાં (હૅટ-ટ્રિક) છગ્ગા મારીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. સિરાજના આ લાગલગાટ ત્રણ છગ્ગા અને એક ચોગ્ગા સહિત એ ઓવરમાં કુલ 23 રન બન્યા હતા, ભારત જીતી ગયું હતું અને પછી શ્રીલંકન ખેલાડીઓથી રહેવાયું નહીં એટલે તેમણે પાછા આવતી વખતે હસતાં હસતાં સિરાજ પાસેથી બૅટ માગીને તપાસ્યું હતું. સિરાજના બૅટમાં જાણે કોઈ ગરબડ હોય એવી ઉત્સુકતાથી તેઓ બૅટ ચેક કરી રહ્યા હતા. બીજી બાજુ, સિરાજે શ્રીલંકાના ટેસ્ટ ખેલાડીઓને આડકતરો સંકેત આપી દીધો હતો કે શનિવાર, 15મી ઑગસ્ટે શરૂ થતી ટેસ્ટમાં તે માત્ર બૉલથી નહીં, પણ બૅટથી પણ તેમની ખબર લઈ નાખશે.