Sat Sep 12 2026

Logo

ભાજપની નવી ટીમ બાદ હવે મોદી કેબિનેટમાં પણ ફેરફારની શક્યતા

2026-08-26 18:01:19
Author: Chandrakant Kanoja
ભાજપની નવી ટીમ બાદ હવે મોદી કેબિનેટમાં પણ ફેરફારની શક્યતા

ChatGPT Image


નવી દિલ્હી: દેશના વર્ષ 2027ના અનેક રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને વર્ષ 2029ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી કેબિનેટમાં ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં આ ચૂંટણીને પગલે યુવાનો, મહિલાઓ અને ગઠબંધન ભાગીદારોના પ્રતિનિધિત્વને સંતુલિત કરવા ફેરફાર કરવામાં આવી શકે છે. 

મહત્તમ 81 મંત્રીઓ બની શકે 

તેમજ ભાજપ પ્રમુખ નીતિન નબીનની નવી ટીમ બાદ હવે બધાની નજર સરકારમાં ફેરબદલ પર છે. હાલમાં, કેન્દ્રીય મંત્રી મંડળમાં 69 સભ્યો છે. જ્યારે બંધારણની કલમ 75(1A) મહત્તમ 81 મંત્રીઓની મંજૂરી આપે છે. 

નવા ચહેરાઓને સામેલ કરવાનો અવકાશ

જેના પગલે સરકાર માટે નવા ચહેરાઓને સામેલ કરવાનો અવકાશ છે. જો કે, અપેક્ષિત ફેરબદલ ફક્ત ખાલી જગ્યાઓ ભરવા પૂરતો મર્યાદિત રહેવાની શક્યતા નથી. તેમજ મંત્રીઓનું કાર્યશૈલી રાજ્ય પ્રતિનિધિત્વ અને NDA સાથી પક્ષો તરફથી માંગણીઓ અને હાલમાં ચોક્કસ મંત્રીઓ દ્વારા રાખવામાં આવેલા વધારાના પોર્ટફોલિયોનું પુનર્વિતરણ જેવા પરિબળો પણ મહત્વપૂર્ણ ભૂમિકા
ભજવે તેવી શક્યતા છે.

 કેન્દ્રીય કેબિનેટમાં ફેરફાર અંગે અટકળો 

ભાજપની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત બાદ કેન્દ્રીય કેબિનેટમાં ફેરફાર અંગે અટકળો વધુ વેગ પકડ્યો છે. 65 સભ્યોની રાષ્ટ્રીય ટીમમાં 51 નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા 

આ નવી ટીમમાં સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય મહાસચિવ, રામ માધવને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વસુંધરા રાજે, તીરથ સિંહ રાવત અને બૈજયંત પાંડા જેવા વરિષ્ઠ નેતાઓને પણ મુખ્ય જવાબદારીઓ સોંપવામાં આવી છે. જ્યારે પિયુષ ગોયલને ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભાજપે તેના સોશિયમ મીડિયા ટીમમાં પણ ફેરફાર કર્યો છે. જેમાં દિપક મ્હસ્કેને અમિત માલવિયાને સોશિયલ મીડિયા કન્વીનર તરીકે સ્થાન આપ્યું છે. તેમજ  તેમની સહાય માટે ચાર સહ-કન્વીનરોની નિમણૂક કરવામાં આવી છે.

યુવાનો અને મહિલાઓને વિશેષ સ્થાન અપાયું 

આ સંગઠનાત્મક ફેરફારો દ્વારા આપવામાં આવેલ સંદેશ સ્પષ્ટ છે. ભાજપની નવી રાષ્ટ્રીય ટીમમાં યુવાનો અને મહિલાઓ તેમજ સામાજિક અને પ્રાદેશિક પ્રતિનિધિત્વ પર ભાર મૂકવામાં આવ્યો  છે. આ જ ફોર્મ્યુલા કેબિનેટ ફેરબદલમાં પ્રતિબિંબિત થવાની સંભાવના છે.