મુંબઈ: મુંબઈ મહાનગર ક્ષેત્રમાં માર્ગ જોડાણને નવી ઝડપ આપવાની તૈયારી છે. એમએમઆરડીએ વધુ નવા બે રિંગ રોડ બનાવવાનું વિચારી રહ્યું છે. બંનેની કુલ લંબાઈ 307 કિલોમીટર હશે. તેના જોડાણથી પ્રસ્તાવિત રિંગ રોડ નેટવર્ક સાતથી વધીને નવ કોરિડોરનું થઈ જશે. જેથી મુંબઈ, થાણે, નવી મુંબઈ અને આસપાસના વિસ્તૃત મહાનગર વિસ્તાર વચ્ચે રસ્તાઓનો સંપર્ક મજબૂત બનશે. સાથે જ વૈક્લ્પિક માર્ગો વધશે અને મુસાફરીનો સમય ઘટશે. આ વિસ્તારિત નેટવર્ક મુખ્ય માર્ગો, સી લિંક, ટનલ અને વર્તમાન કોરિડોરને એકબીજા સાથે જોડીને વધુ સરળ રોડ બનાવવામાં આવશે.
પ્રસ્તાવિત યોજના અન્વયે વાહનચાલકોને એક જ માર્ગ પર નિર્ભર રહેવા સિવાય અનેક વૈકલ્પિક માર્ગો મળશે અને મુસાફરી વધારે સુવિધાપૂર્ણ અને સમયસર બનશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મૂળ યોજના અનુસાર રિંગ રોડની વ્યવસ્થાનો ઉદેશ્ય વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ કરાવવા અને મુસાફરીનો સમય ઓછો કરવાનો છે.
સરકારે એ વાત પર ભાર મૂક્યો છે કે ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્ર્કર લોકોની સૌથી કિંમતી વસ્તુ એટલે કે સમય પરત આપી દે. વિકાસને ગતિ આપવાની દિશામાં મહત્વનું પગલું એમએમઆરડીએનો આ વિસ્તાર ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ વચ્ચે જોડાણ મજબૂત બનાવશે. આ સાથે જ અડચણ વગર અવરજવર દ્વારા આર્થિક વિકાસને પણ ગતિ મળવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
Two more Ring Roads.
— MMRDA (@MMRDAOfficial) September 8, 2026
One bigger vision for the MMR.
MMRDA is planning two additional ring roads, together spanning 307 km, taking the proposed network from seven to nine corridors and strengthening connectivity across Mumbai, Thane, Navi Mumbai and the wider Metropolitan Region.… pic.twitter.com/Nxji7ghmsb
મેટ્રોએ પાર કર્યો વધુ એક પડાવ, ટ્રાયલ સફળ
થાણે માટે મેટ્રો સેવા શરૂ થવાની આશા હવે વધારે મજબૂત બની છે. થાણે મેટ્રો લાઈન 4ના પહેલા ચરણનું બીજું પરીક્ષણ સફળતાપૂર્વક કરી લેવામાં આવ્યું છે. કાસારવડવલીથી નીતિન કંપની સ્ટેશન વચ્ચે થયેલી આ ટ્રાયલ રનની સાથે મેટ્રોએ પોતાના મુખ્ય માર્ગની ટેક્નિકલ તપાસનો વધુ એક મહત્વનો પડાવ પણ પાર કર્યો છે. પ્રથમ ચારણ વર્ષના અંત સુધીમાં મુસાફરો માટે શરૂ થવાની સંભાવના છે.
અગાઉ કેડબરી જંકશન સુધી મેટ્રોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, આશરે 10.5 કિલોમીટર લાંબા પ્રથમ ચરણનું નિર્માણ હવે અંતિમ પડાવમાં છે. કેડબરી, માજીવાડા, કપૂરબાવડી, માનપાડા, ડૉગ્રીપાડા અને ગાયમુખ સહિત 10 મુખ્ય સ્ટેશનો પર કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. મેટ્રો સેવા શરૂ થતા થાણે શહેરમાંથી કામકાર્જ અર્થે બહાર જનારા મુસાફરોને રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરમાં મુખ્ય વ્યવસાયિક કેન્દ્ર અને કાર્યાલય હોવાના લીધે નોકરિયાત વર્ગ માટે આ સેવા ઉપયોગી સાબિત થશે.