Thu Jun 18 2026

Logo

હોર્મુઝ દરિયાઈ માર્ગ મુદ્દે અમેરિકાની ઈરાનને ચેતવણી! યુદ્ધ વિરામ પર શંકાના વાદળ

Tehran   2026-04-10 10:05:00
Author: Vimal Prajapati
Article Image

ઇરાન અને અમેરિકા વચ્ચે ઇસ્લામાબાદમાં શાંતિ વાતચીત અને હોર્મુઝ સીધા ખુલ્લું કરવા પર બે અઠવાડિયા સુધી યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. યુદ્ધ વિરામ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે હુમલા અટકાવ્યા છે, પરંતુ ઇરાને ચેતવણી આપી છે કે કોઈ પડકાર આપવામાં આવે તો જવાબ આપશે. પાકિસ્તાનની મધ્યસ્થીથી આ વાતચીત આગળ વધી રહી છે, પરંતુ આ યુદ્ધ વિરામ લાંબુ ચાલશે કે કેમ તે એક પ્રશ્ન બની ગયો છે. 

ઈરાન અને અમેરિકાએ એકબીજાને સામસામે ચેતવણી આપી

મધ્યપૂર્વમાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. ઇરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે થયેલા તીવ્ર સંઘર્ષ પછી શાંતિ વાતચીત શરૂ થઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અમેરિકાએ ઇરાન સાથે બે અઠવાડિયાનું અસ્થાયી યુદ્ધવિરામ જાહેર કર્યું છે, જે હોર્મુઝ દરિયાઈ માર્ગને ફરીથી ખોલવા પર આધારિત છે. આ સીધો વિશ્વના 20 ટકા તેલ વહેંચણીનું મુખ્ય દ્વાર છે, જેનું બંધ થવું આંતરરાષ્ટ્રીય અર્થતંત્રને ક્ષતિ પહોંચાડે તેવં છે. 

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા તેલની અવરજવરને મંજૂરી આપી

અમેરિકી રાષ્ટ્રપતિ આખરે શું ઇચ્છે તે એક પ્રશ્ન છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા ટ્રમ્પે લખ્યું કે, ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા તેલની અવરજવરને મંજૂરી આપવી એ સંપૂર્ણપણે નિંદનીય છે - ખરેખર, કેટલાક તેને અપમાનજનક પણ કહેશે. આ અમારા કરાર અનુસાર નથી. એટલે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલ પુરવઠો પસાર થવા દેવા બદલ ઈરાનની આકરી ટીકા કરી છે. તો શું એવું માની શકાય કે, હોર્મુઝ સ્ટ્રેટને ખોલવામાં આવે તેવું અમેરિકા નથી ઇચ્છતું? શાંતિની શરતોમાં કોઈ બીજી વાત અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી તેમાં પણ કંઈક અલગ જ વાત કરવામાં આવી રહી છે. 

 

મીડિયા રિપોર્ટ પ્રમાણે ઈરાને હાર્મુઝ દરિયાઈ માર્ગે માઈન્સ નાખ્યાં છે. જેના કારણે આ જળ માર્ગ સુરક્ષિત નથી તેવો પણ દાવો કરવામાં આવ્યો છે. અહીં પસાર થવા માટે ઈરાનને ટેક્સ આપવો પડશે તેવું ઈરાન ગઈકાલે જાહેર કર્યું હતું. આ દરમિયાન હવે અમેરિકા દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, જો ઈરાન આ શરતનું પાલન નહીં કરે તો અમેરિકી સેના તેના પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરશે.