Tue Jul 28 2026

Logo

Fb-Instagram શું જોઈને પોસ્ટ લાખો લોકો સુધી પહોંચાડે છે? સમજવા જેવી છે ગિમિક

2026-07-28 17:33:35
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ લાખો યુવાનોના દિવસની શરૂઆત આજે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવી એપ્લિકેશનથી થાય છે. સવારે ઊઠીને એકવાર એમાં ડોકિયું કર્યા પછી જ મોટા ભાગના યુવાનોની સવાર પડતી હોય છે. માત્ર યુવાનોની વાત નથી, સોશિયલ મીડિયા પરથી લીડ મેળવતી અને ક્લાયન્ટ સર્વિસ આપતી અનેક એવી કંપનીઓના કર્મચારીઓની સવાર સોશિયલ મીડિયાથી પડે છે. પણ ઘણીવાર જોયું હશે અને કેટલાક લોકોએ માર્ક કર્યું હશે કે,ફેસબુક-ઈન્સ્ટાગ્રામ કેટલીક પોસ્ટને વારંવાર દેખાડે છે. આ કોઈ બગ કે એરર નથી પણ ઈરાદાપૂર્વક સેટ કરેલા અલ્ગોરિધમ છે. ઘણીવાર એવું પણ બન્યું હશે કે, કોઈ એક મિત્રની પોસ્ટ વારંવાર દેખાતી હશે તો ક્યારેક અજાણ્યા ક્રિએટરની રીલ તરત જ સ્ક્રિન પર પ્લે થવા લાગે. ભલે તેને ફોલો કરેલા ન હોય કે મિત્ર બનાવેલા ન હોય. આવું થવા પાછળ એક ચોક્કસ પ્રોગ્રામિંગ જવાબદાર છે. 

શું છે મેટા અલ્ગોરિધમ?

મેટાનું અલ્ગોરિધમ વારંવાર ટેક્નો એક્સપર્ટ વચ્ચે ચર્ચામાં હોય છે પણ આ વખતે જાહેર જનતા સુધી ચર્ચાનું કેન્દ્ર બન્યું એ પાછળનું કારણ વડા પ્રધાન મોદીની પોસ્ટ થોડા સમય માટે દૂર કરી દેતા ચર્ચામાં છે. મેટાએ વડા પ્રધાન મોદીની 23 જુલાઈ 2026ના પોસ્ટ કરવામાં આવેલો વીડિયો ભૂલથી હટાવી દીધો હતો. આ વાત મેટાએ ખૂદ સ્વીકારી છે કે, એમનાથી ભૂલ થઈ ગઈ હતી. પછી કંપનીએ માફી પણ માગી લીધી હતી. આવું પહેલીવાર થયું નથી કે, અલ્ગોરિધમને કારણે કંપની વિવાદમાં આવી હોય. 

આ પહેલા પણ અનેકવાર કેટલાક કન્ટેન્ટને છુપાવી દેવાના કિસ્સામાં પણ કંપની પર મોટા આરોપ લાગેલા છે. મેટા અલ્ગોરિધમ એક સિસ્ટમ છે જે દર સેકન્ડે પોતાના યુઝર્સ પર વૉચ રાખે છે. કરોડોની સંખ્યામાં થતી પોસ્ટ પર સતત વૉચ રાખીને એ નક્કી કરે છે કે, જ્યારે કોઈ યુઝર પહેલીવાર કોઈ સ્ક્રિન ઓપન કરશે ત્યારે પહેલા શું દેખાશે અને કેવું દેખાશે? મેટા પાસે આવા કોઈએક નહીં પણ અનેક એવા અલ્ગોરિધમ છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ચલાવવા માટે અલગ અલગ અલ્ગોરિધમ સેટ કરેલા છે. 

અલ્ગોરીધમ સમજાતા નથી

પોસ્ટ, રીલ્સ, એક્સપ્લોર પેઝ, સર્ચ પેજ અને થ્રેડ માટે અલગ અલગ અલ્ગોરીધમ છે. દરેક અલ્ગોરિધમનો ટાર્ગેટ એક જ છે કે, યુઝર્સને કોન્ટેટ દેખાડવા. હવે ઘણા કોન્ટેટ ક્રિએટર્સ જે તે કોડ, કિવર્ડ અને મલ્ટીમીડિયા થકી પોસ્ટને વાયરલ કરાવવા માટે મથતા હોય છે. પણ હકીકત એના ડે ટાઈમ તથા અલ્ગોરિધમ જવાબદાર હોય છે જેમાં દરેક અલ્ગોરિધમના માપદંડ અલગ અલગ હોય છે. મેટા અલ્ગોરીધમ એ કોઈ જાદુઈ છડી નથી.આ એક અતિશય શાર્પ, તેજ, ચતુર અને ડિટેઈલ્ડ પ્રોગ્રામિંગ મશિન છે. જે દરેક ક્લિક, લાઈક્સ, શૅર, કમેન્ટ, સર્વિસ, લિંક, જોઈનિંગ, વૉચ ટાઈમ પર બારિકાઈથી નજર રાખે છે. 
યુઝરના બિહેવીયર પર તે જે તે કોન્ટેટ યુઝરની સ્ક્રિન પર ફેંકે છે. પછી ઘડીના છઠ્ઠાભાગની સ્પીડથી નક્કી કરીને સેટ કરે છે કે, યુઝર જ્યારે સ્ક્રિન ખોલશે ત્યારે પહેલી પોસ્ટ કઈ જોશે.ફેસબુકના હેલ્પ પેજના રિપોર્ટ અનુસાર, એક ચાર્ટ કંપનીએ તૈયાર કર્યો છે જેમાં ફિક્સ છે કે, મેટા કેવી રીતે કોન્ટેટને ડિસ્ટ્રિબ્યૂટ કરે છે. મેટા સૌથી પહેલા મોટા ભાગના કેસમાં પોસ્ટને ભેગી કરે છે, માનો કે કોઈ યુઝરે સવારે 8 વાગ્યે ફેસબુક ખોલ્યું પછી એપ્લિકેશન ખુલ્યા બાદ મેટા એ તમામ પોસ્ટની યાદી તૈયાર કરે છે જેને એ યુઝર્સને દેખાડવી છે.

અહીંયાથી શરૂ થાય છે અસલી ખેલ

આ લીસ્ટમાં યુઝર જેને ફોલો કરે છે પોસ્ટ સામેલ હોય છે, જે પેજ ફોલો કરેલું હોય એ પોસ્ટ પણ સામેલ હોય છે. ગ્રૂપની પોસ્ટ આવે છે પછી સ્પોન્સર્ડ પોસ્ટ આવે છે. પછી એઆઈ દ્વારા નિર્મિત પોસ્ટ, રીલ્સ અને અંતમાં વાયરલ વિડિયો આવે છે. આ સમગ્ર લીસ્ટને ઈન્વેન્ટરી સિસ્ટમ કહેવાય છે. જે રીતે કોઈ હોટેલ પોતાનું મેન્યૂ તૈયાર કરે છે એ રીતે મેટા સિસ્ટમ આ સિસ્ટમને તૈયાર કરે છે.પોસ્ટ ભેગી કર્યા બાદ અને દરેક પોસ્ટની તપાસ કર્યા બાદ અસલી ખેલ શરૂ થાય છે. જેને અલ્ગોરિધમનો ખેલ કહેવાય છે. પોસ્ટ કોણે કરી, યુઝર સાથે એ પેજ કે વ્યક્તિ કેટલી નજીક છે. 

બન્ને વચ્ચે કેટલી પોસ્ટ પર લાઈક કે પોસ્ટને શૅર કરવામાં આવી છે. પોસ્ટ કેટલી જૂની છે, કેટલી નવી છે, કેટલા લોકોએ અગાઉથી લાઈક કરી છે, કેટલા લોકોએ શૅર કરી છે, પોસ્ટમાં શું છે, કેટલા લોકો કોમેન્ટ કરી ચૂક્યા છે, મેટા ત્યાં સુધીની વિગત તપાસી લે છે કે, યુઝર મોબાઈલમાંથી પોસ્ટ જુએ છે કે, લેપટોપ-કોમ્પ્યુટરમાંથી. દિવસે કોન્ટેટ જોવાય છે કે રાત્રે, વૉચ ટાઈમ કેટલો છે, છેલ્લે કઈ પોસ્ટ જોઈ હતી, એનો વિષય શું હતો. 

સબ્જેક્ટ કોન્ટેટ ફિડેશન એટલે શું?

અલ્ગોરિધમ માટે એક દરેક નાનામાં નાની વસ્તુ સિગ્નલ સિસ્ટમ જેવું કામ કરે છે. હવે એઆઈ સાથે સિસ્ટમ ક્નેક્ટ હોવાથી વીજળીના વેગે કામ થાય છે. મેટા અલ્ગોરીધમ યુઝરના માઈન્ડ વાચવા માટે પ્રયાસ નથી કરતા પણ મૂકવામાં આવેલી પોસ્ટનું એનાલીસીસ કરે છે. જૂની આદતો પરથી અનુમાન લગાવીને લીસ્ટ તૈયાર કરે છે. જેમ કે, કોઈ યુઝર્સને માત્ર ક્રિકેટ જ પસંદ છે તો એ સતત અને સખત ક્રિકેટની જ પોસ્ટ દેખાડશે. મેચના વીડિયો આપશે, કોઈ વાયરલ વીડિયો આપશે, વાયરલ પોસ્ટ આપશે. 

હવે આ વિષય લગતી કોઈ પેજ કે વ્યક્તિ પોસ્ટ મૂકશે તો આ બિહેવીયર સાથે તે મેચ થઈ જતા પહેતા તમારા સુધી ફેંકશે. બેથી ત્રણ સ્ક્રોલમાં જ એ પોસ્ટ જોવા મળશે. આને સબજેક્ટ કોન્ટેટ ફીડેશન કહેવાય છે. આના કારણે યુઝરની વોલ પર કે ઈન્સ્ટાગ્રામની પોસ્ટ પર એક જ વિષયના ઢગલાબંધ કન્ટેન્ટ ઠલવાય છે, ભલે તેને ફોલો કરતા હોવ કે ફ્રેન્ડ લીસ્ટમાં ન હોય. એઆઈ દરેક પોસ્ટનું એનાલીસીસ કરે છે, વિડિયોનું સ્ટ્રિમિંગ ટાઈમ કેટલો, પોસ્ટ સેવિંગ કેટલું, શૅરિંગ કેટલું આ દરેક વસ્તુ ડેટાબેઝમાં સેવ થાય છે અને પછી પોસ્ટ મૂકતા જ એને મેચ થતા કોન્ટેટ અનુસાર એ ડિસ્ટ્રિબ્યુટ થાય છે. 

સ્કોર સેટ થાય છે
તમામ પ્રકારનું વિશ્લેષણ થયા બાદ એક સ્કોર સેટ થાય છે. જેને ટેક્નોલોજીની ભાષામાં રેલેવન્સ સ્કોર કહેવાય છે. જે પોસ્ટનો સ્કોર વધારે હોય એ યુઝર્સની પોસ્ટ વાયરલ થાય છે એને જે તે યુઝર્સ સુધી પહોંચતા તે એકથી ત્રણ નંબરના સ્કોરમાં દેખાડી દે છે અથવા પ્લે કરાવી દે છે. હવે જેનો સ્કોર ઓછો હશે એ સ્ક્રોલમાં નીચે-નીચે દેખાતી જશે. ક્યારેક એવું બને કે, જે તે યુઝરે કે પેજે સેટ કરેલું હશે કે ડિફોલ્ટ તો એ યુઝરની પોસ્ટ દેખાડશે જ નહીં.

આ માટે જ છેલ્લા કેટલાક સમયથી ફેસબુકમાં યુઝરના મિત્રોની પોસ્ટ કરતા બીજી બધી પોસ્ટનો મારો વધારે પડતો વધી ગયો છે. સ્કોર માટે કેટલાક માપદંડ સેટ કરેલા હોય છે આ માપદંડમાંથી મોટાભાગના ચેકલીસ્ટ સેટ થયેલા હોય તો વાયરલ થવાના ચાન્સ વધારે હોય છે. આ પછી તમામ મામલો યુઝર્સ પર આવીને અટકે છે તે લાઈક કરે છે કે, શૅર. પછી યુઝર્સને જ પૂછે કે કે, આવી પોસ્ટ જોવામાં રસ છે કે નહીં. ઈન્સ્ટાગ્રામમાં આવું નથી થતું ત્યાં પોસ્ટના સાથે કોઈ જોડાયેલી બીજી એપ્લિકેશન હોય તો વધારે દેખાડે છે.