Wed Aug 19 2026

Logo

મધ્ય ગુજરાત પર મેઘરાજા મહેરબાન, બે કલાકમાં અઢી ઇંચ વરસાદથી પાણી જ પાણી

2026-08-11 13:07:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ અમદાવાદ સહિત રાજ્યમાં આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સવારે 10 થી બપોર 12 સુધીના સમયગાળા દરમિયાન રાજ્યના 43 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મધ્ય ગુજરાતમાં આ બે કલાકના સમયગાળામાં મુશળધાર વરસાદ પડ્યો હતો. મહીસાગરના કોઠંબામાં 2.44 ઇંચ, પંચમહાલના શહેરામાં 2.20 ઇંચ, મહીસાગરના લુણાવાડામાં 1.18 ઇંચ, વલસાડના ઉમરગામમાં 0.71 ઇંચ, દાહોદના સિંગવડમાં 0.47 ઇંચ, પંચમહાલના મોરવા (હડફ)માં 0.39 ઇંચ, મહીસાગરના બાલાસિનોરમાં 0.35 ઇંચ, ગાંદીનગરના કલોલમાં 0.31 ઇંચ, ખેડાના ગળતેશ્વરમાં 0.28 ઇંચ, અમદાવાદના દસ્ક્રોઈમાં 0.28 , ખેડાના ફાગવેલમાં 0.20 ઇંચ વરસાદ નોંધાયો હતો.

સવારના 6 કલાકમાં ક્યાં કેટલો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ સવારે 6 થી બપોરના 12 સુધીમાં 81 તાલુકામાં વરસાદ પડ્યો હતો. છ કલાકમાં  એક તાલુકામાં 4 ઇંચથી વધારે, એક તાલુકામાં 3 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 2 ઇંચથી વધારે, પાંચ તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. 71 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.

પંચમહાલના શહેરામાં સૌથી વધુ 4.96 ઇંચ વરસાદ ખાબક્યો હતો. મહીસાગરના કોઠંબામાં 3.90 ઇંચ, મહીસાગરના લુણાવાડામાં 2.44 ઇંચ, ગાંધીનગરના દહેગામમાં 2.09 ઇંચ, મહીસાગરના બાલાસિનોરમાં 2.09 ઇંચ, મહીસાગરના ગોધરમાં 1.57 ઇંચ, પંચમહાલના ગોધરામાં 1.50 ઇંચ, ગાંધીનગરના કલોલમાં 1.34 ઇંચ, ગાંધીનગરમાં 1.30 ઇંચ, પંચમહાલના મોરવા (હડફ)માં 1.10 ઇંચ, ખેડાના કપડવંજમાં 0.98 ઇંચ, વલસાડના ઉમરગામમાં 0.83 ઇંચ, અમદાવાદમાં 0.75 ઇંચ, ખેડાના ફાગવેલમાં 0.71 ઇંચ વરસાદ પડ્યો હતો. 

આજે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, વાવ-થરાદ, બનાસકાંઠાના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

રાજ્યમાં સિઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં 29.05 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.65 ટકા, પૂર્વ મધ્યમાં 68.10 ટકા, સૌરાષ્ટ્રમાં 54.76 ટકા, દક્ષિણ ગુજરાતમાં 97.36 ટકા વરસાદ નોંધાયો છે. હાલ રાજ્યમાં 25 ડેમ 100 ટકા ભરાયેલા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 82 ટકાથી વધુ સંગ્રહ છે.

રાજ્યના 34 જિલ્લા પૈકી વલસાડ, ડાંગ, નવસારી, સુરત, તાપી, ખેડા, આણંદ, ભરૂચ, અમરેલી, અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં જ સિઝનના સરેરાશ 70.60 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. આ સિવાયના નર્મદા, છોટાઉદેપુર, જૂનાગઢ, ગીર સોમનાથ, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, મહીસાગર, જામનગર, રાજકોટ, મહેસાણા, બનાસકાંઠા, દાહોદ, બોટાદ, ભાવનગર, પાટણ, વાવ થરાદ, કચ્છમાં સિઝનના સરેરાશથી ઓછો વરસાદ પડ્યો છે.