Tue Oct 06 2026

Logo

કોસ્ટલ રોડ પર હાજી ફોર વ્હીલરમાં આગ

2026-05-03 22:32:38
Author: Sapna Desai
કોસ્ટલ રોડ પર હાજી ફોર વ્હીલરમાં આગ

representative image


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ કોસ્ટલ રોડ પર હાજી અલી પાસે રવિવારે બપોરના એક ફોર વ્હીલરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.

ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ દક્ષિણ મુંબઈમાં કોસ્ટલ રોડ પરથી એક ફોર વ્હીલર પસાર થઈ રહ્યું હતું ત્યારે હાજી અલી પાસે બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ  કારમાં  અચાનક આગ લાગી હતી.

કારમાં સવાર વ્યક્તિએ તરત કારને એકબાજુએ કરીને તેમાંથી ઉતરી ગયો હતો અને ફાયરબિગ્રેડને ફોન કર્યો હતો.ઘટના સ્થળે ફાયરબિગ્રેડ પહોંચી ગઈ હતી અને ૩.૩૫ની આસપાસ આગ પર નિયંત્રણ આણ્યું હતું. જોકે આગમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.