વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના સેનાપતિ અને ઉર્જાના કારક ગણાતા ‘મંગળ’ ગ્રહનું ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આગામી 21મી જૂનના રોજ મંગળ ગ્રહ મેષ રાશિમાંથી વિદાય લઈને શુક્રની રાશિ વૃષભમાં પ્રવેશી રહ્યો છે. મંગળના આ રાશિ પરિવર્તનને કારણે તમામ 12 રાશિઓ પર નાની-મોટી અસરો જોવા મળશે, પરંતુ જ્યોતિષીય ગણતરી મુજબ ચાર એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમના માટે આ ગોચર વરદાન સાબિત થવાનું છે. આ જાતકોને કરિયર, બિઝનેસ અને આર્થિક ક્ષેત્રે પ્રગતિની શાનદાર તકો મળશે. ચાલો જાણીએ કે મંગળના આ ગોચરને કારણે કઈ કઈ રાશિના જાતકોનું ભાગ્ય બદલાવવા જઈ રહ્યું છે...
મેષઃ
તમારી રાશિના સ્વામી મંગળ દેવ તમારા ધન ભાવ એટલે કે બીજા ભાવમાં ગોચર કરશે. આ સ્થિતિ તમારી આર્થિક ઉન્નતિના દ્વાર ખોલશે. ધન કમાવવા માટેના નવા આઈડિયા પર તમે કામ કરશો અને તેમાં સફળતા મળશે. નોકરી કરતા જાતકોની આવકમાં વધારો થઈ શકે છે. કેટલાક લોકો નોકરીની સાથે પોતાનો નવો પાર્ટ-ટાઇમ વ્યવસાય શરૂ કરવાનું પણ વિચારી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ ગોચર શૈક્ષણિક ક્ષેત્રે મોટી સફળતા અપાવનારું સાબિત થશે.
સિંહઃ
મંગળ ગ્રહનું ગોચર તમારા કર્મભાવ એટલે કે દશમા ભાવમાં થવા જઈ રહ્યું છે, જે અત્યંત શુભ ફળ આપશે. લાંબા સમયથી અટકેલી તમારી અધૂરી ઈચ્છાઓ આ સમયગાળામાં પૂરી થઈ શકે છે. કામના અર્થે કરેલી મુસાફરીઓ લાભદાયી નીવડશે. જેઓ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમને સારા સમાચાર મળી શકે છે. નોકરી બદલવા ઈચ્છતા લોકો માટે પણ સમય સાનુકૂળ છે. શેરબજાર કે લોટરી જેવા જોખમી રોકાણોમાંથી આ સમયે સારો નફો મળવાના યોગ છે.
મકરઃ
મંગળનું આ ભ્રમણ મકર રાશિના જાતકો માટે વ્યક્તિત્વ અને કરિયરમાં મોટો ઉછાળો લાવશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ સમય અદ્ભુત રહેશે. અભ્યાસમાં એકાગ્રતા વધશે અને અઘરા વિષયો પણ સરળતાથી સમજી શકશો. યોગ્ય રણનીતિ સાથે તમે કરિયરમાં આગળ વધશો, જેના કારણે કાર્યક્ષેત્રમાં તમને ઉચ્ચ પદ કે પ્રમોશન મળી શકે છે. આર્થિક રીતે પણ આ ગોચર ફાયદાકારક રહેશે.
મીનઃ
મીન રાશિના જાતકોના પરાક્રમ ભાવમાં મંગળનું ગોચર થવાનું છે. ગ્રહોના સેનાપતિનું પરાક્રમ ભાવમાં આવવું તમારી હિંમત અને ઉર્જા બમણી કરશે. તમારા લાંબા સમયથી અટકેલા કે અધૂરા રહેલા કાર્યો ઝડપથી પૂરા થવા લાગશે. આ રાશિના જે લોકો વિદેશ જવા ઈચ્છે છે, તેમની આ ઈચ્છા આ ગોચર દરમિયાન પૂરી થઈ શકે છે. તમારી સંપત્તિ અને બેંક બેલેન્સમાં વધારો થશે. આત્મવિશ્વાસ વધવાને કારણે સામાજિક સ્તરે અને ઓફિસમાં તમારી પ્રતિષ્ઠા વધશે.