Wed Jul 22 2026

Logo

CJP પ્રદર્શન મુદ્દે ગીતકાર મનોજ મુન્તશીરને નિવેદન આપવું ભારે પડ્યું! યુઝર્સે કાઢી ઝાટકણી

2026-07-22 20:12:14
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ નવી દિલ્હીમાં ચાલી રહેલા જંતરમંતર પર વિરોધ પ્રદર્શનના પડઘા દેશભરમાં પડ્યા છે. અનેક એવા સેલેબ્સે આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ગત 20 જુલાઈના રોજ દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને હિંસાથી આંખોમાં આંસુ અને હૃદયમાં નિરાશા અને ગુસ્સો છવાઈ ગયો છે, 50 વર્ષીય ગીતકાર મનોજે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું.જંતર-મંતર પર પ્રદર્શનકારીઓને 'રાષ્ટ્રવિરોધી' ગણાવ્યા હતા અને 'સંપૂર્ણ જવાબદારી' સાથે આમ કર્યું હતું,  જોકે આ નિવેદનની તાત્કાલિક ટીકા થઈ છે. જ્યારે કેટલાક યુઝર્સે તેમને 'આદિપુરુષ' માંના વ્યર્થ સંવાદોની યાદ અપાવી રહ્યા છે ત્યારે અન્ય લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે ગીતકારની ભાવિ પેઢીઓને વર્તમાન પેઢી જે સહન કરી રહી છે તે સહન ન કરવું પડે.

સરકાર પર ઠીકરૂ ફોડ્યું

એક ખાસ મુલાકાતમાં ગીતકારે જણાવ્યું હતું કે, તેઓ ક્યારેય જંતર-મંતર નહીં જાય, કારણ કે તેઓ હાલમાં ત્યાં વિરોધ કરનારાઓ સાથે રહેલા લોકોની સાથે ઊભા રહેવા માંગતા નથી.હું ક્યારેય જંતર-મંતર નહીં જાઉં. હું નહીં જાઉં, કારણ કે હાલમાં જંતર-મંતરનું પ્રતિનિધિત્વ કરતા લોકો, દુઃખની વાત છે... એવા લોકો નથી જેમની સાથે ઊભા રહેવામાં મને આરામદાયક લાગશે.અંદરથી દુઃખી થયેલા ગીતકારે પોતાની વાત કરતા સ્પષ્ટતા કરી હતી.

નીટ પેપર લીકના મામલે તેમણે સરકાર પર ઠીકરું ફોડ્યું હતું. આ દેશના યુવાનો 'કોકરોચ જનતા પાર્ટી' કરતાં વધુ લાયક અને હકદાર છે. આ દુનિયામાં કોણ કહી શકે કે NEET પેપર લીક સારી બાબત હતી? અને ખરેખર સારી બાબત હતી? બધા કહેશે કે તે ખોટું હતું. જો એક પણ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હોય, તો આખી સિસ્ટમ જવાબદાર છે.

કોને કહી દીધા દેશદ્રોહી?

પણ જંતર-મંતર પર શું થઈ રહ્યું છે તેની ચર્ચા થઈ રહી છે. હું પણ ભાષણો સાંભળી રહ્યો છું અને જે લોકો આવી રહ્યા છે તેમને જોઈ રહ્યો છું - જે લોકો "ભારતના ટુકડા થઈ જશે" જેવા નારા લગાવે છે અને દાવો કરે છે કે, કાશ્મીર ભારતનો ભાગ નથી... હું તેમને જવાબદારીની ઊંડી ભાવના સાથે રાષ્ટ્રવિરોધી કહી રહ્યો છું અને જે રીતે તેઓ આપણા ભગવાન શ્રી રામને ફક્ત "સીતાના પતિ" તરીકે ઓળખે છે.

તે ખૂબ જ અપમાનજનક છે.હકીકતમાં દિલ્હીમાં જે હિંસા થઈ અને પોલીસ સાથે જે ઘર્ષણ થયું એ અંગે ગીતકારે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. આખરે રાષ્ટ્રવિરોધી વાત કરનારાઓ પર તેમણે સવાલ ઊઠાવ્યા છે. આ ઈન્ટરવ્યૂ હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. એક યુઝરે કમેન્ટ કરતા કહ્યું હતું કે, ગીતકાર દેશદ્રોહીની પરિભાષાને સ્પષ્ટ કરો, દેશદ્રોહીની પરિભાષા શું? કેરિયર માટે વિચારધારા બદલી લીધી. હજારો યુવાનો દેશદ્રોહી છે તો આ દેશને વડા પ્રધાન પણ નહીં બચાવી શકે. આ નિવેદન આવ્યા બાદ એક યુઝરે આદિપુરૂષના ડાયલોગ અંગે કમેન્ટ કરી દીધી હતી. આ ફિલ્મના ડાયલોગની ખૂબ જ ટીકા થઈ હતી.