પાર્કિંગ ફી મામલે કોર્ટની સ્પષ્ટતા
અમદાવાદઃ સમગ્ર અમદાવાદ સહિત ગુજરાતમાં મોલ તથા અન્ય જાહેર-કમર્શિયલ પ્લેસ પર વાહનોને પાર્ક કરવા માટે નાગરિકો પાસેથી ચાર્જ વસૂલવાના મુદ્દે હાઈકોર્ટનો હુકમ રદ્દ કરીને સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપી દીધો છે. મોલ માલિકો મુલાકાતીઓ પાસેથી વાહન માટેનો ચાર્જ કે ફી વસુલી શકે છે. પાર્કિંગ ચાર્જ કે ફી વસૂલી શકે નહીં એવો હાઈકોર્ટનો હુકમ રદ્દ કરવામાં આવ્યો છે, જે અગાઉ જસ્ટિસ સતીષચંદ્ર શર્મા અને એન.કોટીશ્વર સિંઘની ખંડપીઠે આપ્યો હતો.
શું છે આખો કેસ?
મામલો મૂળ એવો છે કે, મહાનગર સુરતના રાહુલ રાજ મોલ કૉ.ઓ. સર્વિસ સોસાયટી દ્વારા કરવામાં આવેલી અપીલમાં સુપ્રીમ કોર્ટે મહત્ત્વની ચોખવટ કરી હતી. પાર્કિંગ ચાર્જ હવે અમદાવાદની પાર્કિંગ પોલિસી 2021 તથા ભવિષ્યમાં સક્ષમ સત્તાવાળાઓ દ્વારા ઘડવામાં આવનારી પાર્કિંગ પોલિસી અનુસાર કંટ્રોલ કરી શકાય છે. વર્ષ 2021માં તૈયાર કરવામાં આવેલી પાર્કિગ પોલિસીનું કડકપણે પાલન કરવાનો પણ આદેશ આપ્યો.રાજ્ય સરકાર તથા સક્ષમ સત્તાવાળા મોલ, જાહેર જગ્યા કે કર્મશિયલ જગ્યા પર મુલાકાત લેતા લોકોના વાહન માટે પાર્કિંગ દર તથા નિયમ પોલિસી ઘડી શકે છે. અમદાવાદ પાર્કિંગ પોલિસીને ધ્યાનમાં લઈ જણાવ્યું હતું કે, પાર્કિંગના વિષયમાં નિષ્ણાંત ધરાવતા કાયદેસરના સત્તામંડળ થકી હવે મોટી પાર્કિગ પોલિસી તૈયાર કવામાં આવી ચૂકી છે. હાઈકોર્ટનો અગાઉનો હુકમ હવે ચાલુ રાખવાની કોઈ જરૂરિયાત નથી.
અમદાવાદની પાર્કિંગ પોલિસીનો ઉલ્લેખ
સતત થઈ રહેલા ડેવલપમેન્ટને ઘ્યાન લઈ સુપ્રીમ કોર્ટે ખંડપીઠનો આગઉ કરેલો હુકમ રદબાતલ ઠેરવી દીધો. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે, હાલની અપીલમાં કોઈ એવો મુદ્દો બાકી રહેતો નથી. સુરતની સોસાયટી દ્વારા એવી દલીલ રજૂ કરવામાં આવી હતી કે, પાર્કિગ સુરત મહાનગ પાલિકાના આકરણીમાં પે એન્ડ પાર્ક તરીકે આકારવામાં આવેલા છે અને તે પ્રમાણે વાર્ષિક ધોરણે 4.5 લાખનો મોટો વેરો ભરવો પડે એમ છે. પાર્કિગ મેનેજમેન્ટ માટે સ્ટાફ અંગે રાજ્યવ્યાપી પોલિસી તૈયાર કરવા માટે વચગાળાના હુકમ જાહેર કરવામાં આવ્યા હતા.
સામે સરકારી પક્ષ તરફથી કોઈ રાજ્યવ્યાપી પાર્કિંગ પોલિસી રજૂ ન કરાઈ. અમદાવાદ કોર્પોરેશન અને સુરત મહાનગર પાલિકાની જાહેર જગ્યા માટેની પાર્કિગ પોલિસી રજૂ કરાઈ. અન્ય વચગાળાના આદેશથી ડાયરેક્શન આપવામાં આવ્યું. આ કેસમાં સરકારે પોતાની કોઈ પાર્કિંગ પોલિસી બનાવીને રજૂ ન કરી. પણ અમદાવાદ તથા સુરત મહાનગર પાલિકાની જાહેર જગ્યા માટે પાર્કિગ પોલિસી રજૂ કરી દેવાઈ.