સંકલન: સ્મૃતિ શાહ મહેતા
શું આપ જાણો છો?...
વિશ્વમાં દર વર્ષે અંદાજિત 21 કરોડ અને 40 લાખ લોકો મલેરિયાના તાવમાં સપડાય છે.
ભારતમાં દર વર્ષે આશરે 15 લાખ જેટલા લોકો મલેરિયા તાવમાં સપડાયા છે.
મલેરિયાના પ્રકાર :
* સાદો મલેરિયા (Plasmodium Vivax)
* ઝેરી મલેરિયા (Plasmodium Falciparum)
મલેરિયાનાં લક્ષણ :
* તાવ આવવાનો હોય તે પહેલાં શરીર તૂટવું, કમરમાં દુ:ખાવો થવો, માથું દુ:ખવું અને આંખોમાં બળતરા થવી.
* શરીરમાં અશક્તિ આવવી અને ઠંડી લાગવી.
* અનિયમતિ રીતે તાવ ચઢ-ઉતર થવો.
* તાવ ઊથલો મારીને બે -ત્રણ દિવસમાં ફરી આવવો.
* સાંધા તથા સ્નાયુઓમાં દુ:ખાવો થવો. (Myalgia & Arthralgia)
મલેરિયાના ઉપચાર :
1. 7 પાન ફૂદીનાના, 6 પાન તુલસીના, 3-4 કાળા મરીની ભૂકી અને 10 ગ્રામ ગોળને 1 કપ પાણીમાં ઉકાળી તેમાં અડધું લીંબુ નીચોવીને રોજ સવાર-સાંજ પીવું.
2. સૂરજમુખીના ફૂલના પાન કે બીજ 5થી 17 ગ્રામ લઇ તેમાં 3-4 કાળા મરી નાખી, વાટી-ઘૂંટી, પાણીમાં મેળવી સવાર-સાંજ પીવું.
3. 10 ગ્રામ કારેલાના રસમાં 2થી 5 ગ્રામ જીરું મેળવીને પીવું.
4. ખાવાનું દેશી મીઠું તાવડીમાં કાળું થાય ત્યાં સુધી શેકવું. તાવ આવે ત્યારે 5 ગ્રામ આ નમક 1 ગ્લાસ પાણીમાં મેળવી પીવું. તાવ ઊતરી જાય પછી પણ આ દવા થોડા સમય શરૂ રાખવી.
5. શેકેલા કાંગચા (ગેંગડા)ના મીંજનું ચૂર્ણ (4 ગ્રામ જેટલું) 2 વાર ગરમ પાણી સાથે લેવું.
6. 1-1 ચમચી જીરું અને મરી વાટીને ચાર ગણા પાણીમાં રાત્રે પલાળીને સવારે નરણે કોઠે પીવું.
7. ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવી પીવું.
8. 10 ગ્રામ તુલસીનો રસ અને 5 ગ્રામ આદુંનો રસ મેળવી પીવું.
9. 1 ગ્રામ મરીનું ચૂર્ણ, 3 ચમચી તુલસીનો રસ અને 2 ચમચી મધ મિક્સ કરીને પીવું.
10. 20થી 50 મિ. લિ. લીમડા અને તુલસીનો ઉકાળો પીવો.
મલેરિયામાં આહાર-વિહાર સંબંધી વિવેક :
- મલેરિયાના તાવને દૂર કરવાના ઉત્તમ ત્રણ તબક્કા:
1. તાવ રહે તેટલા દિવસ : શકય હોય તો માત્ર ઉકાળેલું પાણી લઇને એક-એક ઉપવાસ કરવા શ્રેષ્ઠ છે. જો ઉપવાસ ન થઇ શકે તો માત્ર નારંગીનો જ્યૂસ કે મગનું ઓસામણ લેવું.
2. તાવ ઊતર્યા પછી ત્રણ દિવસ સુધી : માત્ર ફ્રૂટ સિવાય બીજું કાંઇ લેવું નહીં, (પપૈયું, અનાનસ, નારંગી, મોસંબી, સફરજન, દ્રાક્ષ વગેરે લઇ શકાય.)
3. તાવ ઊતર્યા પછી ચોથા દિવસથી : અમુક દિવસો સુધી ફ્રૂટ સાથે સલાડ તથા કઠોળ માપસરનું લઇ શકાય. ત્યારબાદ ધીરે ધીરે અન્નાહાર શરૂ કરવો.
સાવધાની...
મલેરિયાનો ફેલાવો કરતા મચ્છરોનું પ્રમાણ ઘટાડવા ઘરની આજુબાજુમાં પાણીની ગંદકી કે ખુલ્લા પાણીનો સંગ્રહ ન થવા દેવો. મલેરિયાના દર્દીને સમૂહમાં ન રાખતા અલગ રાખવો. દર્દીએ તથા પરિવારના અન્ય સભ્યોએ મચ્છરથી દૂર રહેવું. જેથી મલેરિયાનો ચેપ બીજાને ન લાગે. મચ્છરદાનીનો ઉપયોગ કરવો. વધુ પડતી ઠંડીના લીધે શરીર ધ્રૂજવું અને શરીરમાં પરસેવો વળવો.
ઝાડા, ઊલટી, તરસ, રાતો પીળો પેશાબ અને લમણામાં દુ:ખાવો.
નોંધ : આ તાવ મલેરિયાનો ચેપ લાગેલ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં મચ્છરો દ્વારા સહેલાઇથી ફેલાઇ શકે તેમ છે. તેનો ક્રમ નીચે આપેલ છે.
મલેરિયાનો ચેપ ફેલાવાનો ક્રમ
1. ચેપ લાગેલું મચ્છર.
2. તે મચ્છર માણસને કરડે છે
3. મલેરિયાના જંતુના ઇંડા લીવરમાં જઇ મોટા થાય છે.
4. તે જંતુઓ લોહીમાં આવે છે.
5. ચેપ વગરનું મચ્છર મલેરિયાવાલા માણસને કરડે છે.
6. તે મચ્છર બીજા વ્યક્તિને કરડીને મલેરિયાનો ચેપ ફેલાવે છે.
મલેરિયા થવાનાં કારણ :
- બંધિયાર કે ગંદા પાણીમાં થતાં મચ્છરોના કરડવાથી.
- મલેરિયાના ચેપવાળું મચ્છર કરડવાથી.
- મલેરિયા થયા બાદ અપૂરતી સારવારને લીધે ફરી ઊથલો મારવાથી.
- ગર્ભવતી માતાને જો મલેરિયા થયો હોય તો તેના પેટમાં રહેલા બાળકને પણ મલેરિયા થઇ શકે.
- અન્ય કોઇ શારીરિક બીમારીઓમાં આનો ચેપ લાગવાની શકયતા વધુ છે.