મુંબઈ: અન્ય રાજ્યમાં હાથ ધરાયેલા નિરીક્ષણને આધારે વાહનોને ફિટનેસ સટિફિકેટ જારી કરીને અનિયમિતતા આચરવા માટે રાજ્યભરના 300થી વધુ આરટીઓ (રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસીસ) અધિકારીઓને મહારાષ્ટ્ર મોટર વેહિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા કારણ દર્શાવો નોટિસ ફટકારવામાં આવી છે. રાજ્યભરમાં ફરજ બજાવતા મોટર વેહિકલ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર અને ડેપ્યુટી આરટીઓ અને આરટીઓને આ નોટિસ અપાઇ છે.
પહેલી જાન્યુઆરી, 2024થી પાંચમી માર્ચ, 2026 વચ્ચે અન્ય રાજ્યમં ટ્રાન્સપોર્ટ પ્રશાસન દ્વારા ‘ફોર્મ 38એ’માં જારી નિરીક્ષણ અહેવાલને આધારે ફોર્મ 38 થકી વાહનના ફિટનેસ સર્ટિફિકેટના નવીનીકરણમાં અનિયમિતતાની તપાસ કરવા અગાઉ રાજ્ય સરકારે સમિતિ નીની હતી.
નિયમ અનુસાર વાહનનું રજિસ્ટ્રેશન થયું હોય તે સિવાયના રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં મુકરર ફિટનેસ ટેસ્ટ હાથ ધરાય ત્યારે ફોર્મ 38એમાં નિરીક્ષણ અહેવાલ અપલોડ કરવાનું આવશ્યક છે અને તે નોંધણીકર્તા પ્રશાસનને મોકલવું જરૂરી છે.
નોંધણીકર્તા પ્રશાસને પંદર દિવસમાં ફોર્મ 38માં ફિટનેસ સર્ટિફિકેટ જારી કરવાનું આવશ્યક હોય છે. આમાં મોટી નિયમિતતા તપાસ સમિતિને મળી આવી હતી. આને આધારે 335 અધિકારીઓને હવે નોટિસ જારી કરવામાં આવી છે. સમિતિની તપાસમાં પાંચ શ્રેણીમાં ગેરરીતિ જોવા મળી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ ગેરરીતિઓ ઉપરાંત એકેય ફોર્મ પ્રક્રિયા ન કરનારા આરટીઓ અધિકારીઓને પણ નોટિસો ફટકારવામાં આવી હતી. આને કારણે અધિકારીઓની સંખ્યા વધી છે.
એક વરિષ્ઠ આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે વાહનની નોંધણીના રાજ્યની બહાર આરટીઓ કે અધિકૃત પરીક્ષણ સુવિધા ખાતે ફિટનેસ પરીક્ષણ હાથ ધરવા માટે કમર્શિયલ વાહનમાલિકોને મંજૂરી આપતી જોગવાઇ વાહનમાલિકોની સુવિધા માટે છે. આ સુવિધાનો ઘોર દુરુપયોગ કરવામાં આવ્યો હતો.
ઘણા બધા કિસ્સામાં તો ફોમ 38એ મહારાષ્ટ્રની બહાર વાહનો લઇ ગયા વિના અન્ય રાજ્યમાંથી ફોર્મ 38એની વ્યવસ્થા કરવામાં આવી હતી.
(પીટીઆઇ)
Gemini Generated Image