Sat Sep 12 2026

Logo

વિધાનપરિષદના સભ્ય સામે ખોટા ન્યુઝ પ્રકાશિત કરનારા યુવકને પાંચ દિવસની જેલ

2026-03-26 19:44:18
Author: Sapna Desai
વિધાનપરિષદના સભ્ય સામે ખોટા ન્યુઝ પ્રકાશિત કરનારા યુવકને પાંચ દિવસની જેલ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનપરિષદે યુટ્યુબ ચેનલ પર રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વિધાનસભ્ય અમોલ મિટકરી વિરુદ્ધ ખોટા સમાચાર પ્રકાશિત કરવા બદલ અકોલાના એક યુવકને પાંચ દિવસની જેલની સજાની ભલામણ કરતી દરખાસ્તનો અમલ કરવાનો આદેશ આપ્યો છે.

અકોલાના અંકુશ ગાવંડેને ખોટા સમાચારના સંદર્ભમાં માફી માગવા માટે બુધવારે ગૃહ સમક્ષ હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું. ગાવંડેની સાથે અન્ય ત્રણ પત્રકારોએ યુટ્યુબ ચેનલ પર મિટકરી વિરુદ્ધ ખોટા સમાચાર પ્રકાશિત કર્યા હતા. અંકુશ ગાવંડે ગૃહ સમક્ષ હાજર રહ્યો નહોતો પણ અન્ય ત્રણેય પત્રકારોએ ગૃહમાં માફી માગી લેતા તેમને ચેતવણી આપીને છોડી મૂકવામાં આવ્યા હતા. 

વિધાનપરિષદના અધ્યક્ષ રામ શિંદેએ કહ્યુંં હતું કે અંકુશ ગૃહ સમક્ષ હાજર રહ્યો નહોતો. તેથી ઉપલા હાઉસે પ્રસ્તાવ રજૂ કરીને તેને પાંચ દિવસની જેલની સજાનો નિર્દેશ પાસ કર્યો હતો. તેથી હવે તેણે જેલની  ભોગવવાની રહેશે.