Wed Sep 02 2026

Logo

મહારાષ્ટ્રમાં ગ્રીન એનર્જી ક્રાંતિ: રાનવાડી પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ માટે ₹5,760 કરોડના MoU પર હસ્તાક્ષર

2026-04-13 21:47:29
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્રમાં ગ્રીન એનર્જી ક્રાંતિ: રાનવાડી પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ માટે ₹5,760 કરોડના MoU પર હસ્તાક્ષર

પુણે અને રાયગઢમાં 1200 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે, 1,500 નવી નોકરીઓની તકો ઊભી થશે

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના જળ સંસાધન વિભાગે આજે પુણે અને રાયગઢ જિલ્લામાં 'રાનવાડી ઓફ-સ્ટ્રીમ ક્લોઝ-લૂપ પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ'ના વિકાસ માટે નોવેરિયન એનર્જી સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા. આ પ્રોજેક્ટ રૂ. પાંચ હજાર 760 કરોડના રોકાણ સાથે 1200 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે અને 1 હજાર 500નોકરીઓનું સર્જન કરશે તેવી અપેક્ષા છે.

'મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પુણે અને રાયગઢ જિલ્લામાં 'રાનવાડી ઓફ-સ્ટ્રીમ ક્લોઝ-લૂપ પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ'ના વિકાસ માટે મહારાષ્ટ્ર સરકાર (જળ સંસાધન વિભાગ) અને નોવેરિયન એનર્જી વચ્ચે થયેલા એમઓયુ પર હસ્તાક્ષરની અધ્યક્ષતા કરી હતી' એમ ફડણવીસે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું.

આ સાથે મહારાષ્ટ્રમાં કુલ 56 પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ્ય 79 હજાર 415 મેગાવોટ સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરવાનો છે. આનાથી અંદાજે રૂ. 4.22 લાખ કરોડનું રોકાણ આવશે અને આશરે એક લાખ 29 હજાર લોકો માટે રોજગારની તકો ઊભી થશે.  (પીટીઆઈ)