મુંબઈમાં ઓટો-ટેક્સી ડ્રાઈવરો માટે મરાઠી ભાષાની તાલીમ ફરજિયાત; નિયમ ભંગ કરનાર સામે 16 ઓગસ્ટથી કડક પગલાં
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા નવી પહેલ શરુ કરવામાં આવી રહી છે. આ પહેલ અંતર્ગત જે ઓટો-ટેક્સી ડ્રાઈવરોને મરાઠી ભાષા નથી આવડતી તેવા ઓટો અને ટેક્સી ડ્રાઇવરોને મરાઠી ભાષા શીખવવામાં આવશે. ઓટો અને ટેક્સી ડ્રાઈવરો તરફથી પણ સરકારને આ બાબતે સારો પ્રતિસાદ મળ્યો હતો. જોકે, સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન રિજનના હજારો ડ્રાઈવરો સ્વેચ્છાએ મરાઠી શીખવાની આ પહેલમાં સહકાર આપ્યો હતો.
કોંકણ મરાઠી સાહિત્ય પરિષદ અને મુંબઈ સાહિત્ય સંઘના સહયોગથી પરિવહન વિભાગ દ્વારા પહેલી જૂનથી શરુ કરવામાં આવશે. ઓટો અને ટેક્સી ડ્રાઈવરો તેમના પ્રવાસીઓ સાથે સરળતાથી મરાઠી ભાષામાં અસરકારક રીતે વાતચીત કરી શકે તે હેતુથી સરકાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.
પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઇકના જણાવ્યા મુજબ આ અભિયાન માટે 4500 જેટલા શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં તાલીમ માટેની આ પહેલમાં કેટલાક ટેક્સી અને રિક્ષા સંગઠન પણ આ અભિયાનમાં ભાગીદાર બનશે.
આ વર્ગોનો મુખ્ય લક્ષ્યાંક ડ્રાઇવરોને પ્રવાસીઓની સાથે મરાઠી ભાષામાં વાતચીત કરવી તે શીખવવા પર ભાર મુકવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ ડ્રાઈવરો દ્વારા સ્વૈચ્છિકપણે મરાઠી શીખવા માટે આ વર્ગોમાં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.
સરકાર દ્વારા એવો નિર્દેશ કરવામાં આવ્યો છે કે, 15મી ઓગસ્ટ સુધીના સમયગાળામાં દરેક નોન-મરાઠી ઓટો-ટેક્સી ડ્રાઇવરોને મરાઠી ભાષાની તાલીમ અને પૂર્ણ કરવી પડશે. પરિવહન વિભાગ અધિકારી પ્રતાપ સરનાઇકના જણાવ્યા અનુસાર 16 ઑગષ્ટથી જો કોઈ ડ્રાઈવર મુસાફરો સાથે મરાઠી ભાષામાં વાતચીત નહિ કરી શકે, તો તેમની વિરુદ્ધ પરિવહન વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવશે.
આ અંગે પ્રતાપ સરનાઇકે કહ્યું હતું કે મરાઠી ભાષા એ ફક્ત ભાષા જ નથી, પણ મહારાષ્ટ્રની સંસ્કૃતિ, લોકો અને તેમની ઓળખને જોડનારો એક પુલ છે. ઉત્તમ ભાષા જ્ઞાન અને કૌશલ્ય ડ્રાઇવરોને તેના પ્રવાસીઓ સાથેનો વિશ્વાસ અને સંવાદ મજબૂત બનાવશે.
આ અભિયાનને પરિવહન વિભાગ તરફથી સહકાર આપવામાં આવ્યો હતો. અધિકારીઓના મતે આ પ્રયાસ લોક પરિવહન વિભાગમાં પ્રવાસી સેવાઓને સુધારવાનું તેમ જ ભાષાની મજબૂતાઈ અને સુમેળ વધારવાનું કામ કરશે.
અધિકારીઓ 15 ઓગસ્ટ ડેડલાઈન પહેલા કામ પૂર્ણ કરવા માટે આ અભિયાન અંતર્ગત સહભાગી બની કામ કરી રહ્યા છે. આવનારા સપ્તાહોમાં આ પહેલને શહેરની આસપાસના અન્ય ક્ષેત્રો સુધી પહોંચાડવા માટેનું પણ અધિકારીઓનું લક્ષ્ય છે.
અગાઉ આ અભિયાન અંતર્ગત પહેલી મે મહારાષ્ટ્ર દિવસથી ઓટો અને ટેક્સી ડ્રાઇવરોને ફરજીયાત મુસાફરો સાથે મરાઠી બોલવું ફરજિયાત કરવા માટેનો નિર્દેશ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ મુદ્દે વિરોધ થતા ડેડલાઈન લંબાવવામાં આવી હતી.
પરિવહન વિભાગ દ્વારા આ ઝુંબેશ 59 જેટલા રિજનલ અને સબ-રિજનલ ઓફિસોમાં લાઇસન્સ, પરમીટ, અને ડ્રાઇવરોની મરાઠી ભાષા સંવાદ અને લેખન માટેની ક્ષમતા વિશેની તપાસ કરવામાં આવી હતી. આ રિપોર્ટ 15મી ઓગસ્ટે આપવમાં આવશે. તેના પરથી નિર્ણય લેવામાં આવશે.