Wed Aug 26 2026

Logo

મહારાષ્ટ્ર વિધાનસભામાં આવતીકાલથી 'ફેસ રેકગ્નિશન'થી મળશે પ્રવેશ

2026-06-22 21:34:48
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્ર વિધાનસભામાં આવતીકાલથી 'ફેસ રેકગ્નિશન'થી મળશે પ્રવેશ

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા સંકુલમાં મંગળવારથી પ્રવેશ ચહેરાની ઓળખ પદ્ધતિ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે, વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે આજે જાહેરાત કરી હતી. રજિસ્ટ્રેશન અંગેની સમસ્યાઓનો સામનો કરી રહેલા પત્રકારો, અધિકારીઓ અને કર્મચારીઓને એક દિવસની છૂટ આપવામાં આવી હતી.

વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે નાર્વેકરે ગૃહમાં જણાવ્યું હતું કે ચહેરાની ઓળખ પ્રણાલી લાગુ કરવાની પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને મોટાભાગના વિધાન સભ્યોની નોંધણી પહેલા જ પૂર્ણ થઈ ગઈ છે. 

હવેથી વિધાન ભવનમાં પ્રવેશ ચહેરા ઓળખ પદ્ધતિથી થશે. મોટાભાગના વિધાન સભ્યોના ચહેરા ઓળખવાની પ્રક્રિયા અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગઈ છે અને તેમનો પ્રવેશ સરળતાથી થઈ રહ્યો છે.'

વધુમાં નાર્વેકરે જણાવ્યું હતું કે કેટલાક પત્રકારો, અધિકારીઓ અને કર્મચારીઓ ટેકનિકલ મુશ્કેલીઓને કારણે  ચહેરાની ઓળખ રજિસ્ટ્રેશન પૂર્ણ કરી શક્યા નથી, જે પત્રકારો, અધિકારીઓ અને કર્મચારીઓના ચહેરાની ઓળખ પૂર્ણ થઈ નથી તેમને આજે છૂટ આપવામાં આવી છે અને તેમના ઓળખપત્રના આધારે પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે. મંગળવારથી ચહેરાની ઓળખ પદ્ધતિ દ્વારા વિધાનસભા પરિસરમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. 
(પીટીઆઈ)