Sat Sep 12 2026

Logo

લાતુરમાં ઘરેલું ઝઘડામાં પતિનું મૃત્યુ: પત્નીની ધરપકડ

2026-03-05 18:03:00
Author: Yogesh D. Patel
લાતુરમાં ઘરેલું ઝઘડામાં પતિનું મૃત્યુ: પત્નીની ધરપકડ

લાતુર: લાતુર જિલ્લામાં ઘરેલું ઝઘડા દરમિયાન પતિના મૃત્યુ પ્રકરણે તેની પત્નીની ધરપકડ કરાઇ હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. સિકંદર સિદરામ રાઠોડ દારૂનો વ્યસની હતો અને તેને કારણે પત્ની કમલબાઇ સાથે વારંવાર તેનો ઝઘડો થતો હતો.

સિકંદર મંગળવારે દારૂના નશામાં ઘરે આવ્યો હતો અને પત્ની કમલબાઇ સાથે ફરી તેનો ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન સિકંદર પડી ગયો હતો અને તેના માથામાં ઇજા થઇ હતી. સિકંદરની છાતીમાં મુક્કા મારવામાં આવ્યા હતા અને તે બેભાન થઇ ગયો હતો.

દરમિયાન કમલબાઇ તેને તાત્કાલિક લાતુરની સરકારી હોસ્પિટલમાં લઇ ગઇ હતી, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ પ્રકરણે કમલબાઇ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા હેઠળ સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કરીને તેને કસ્ટડીમાં લીધી હતી. (પીટીઆઇ)