Mon Oct 05 2026

Logo

ઘાટકોપર જોલી જિમખાનામાં રવિવારે લેડીઝ ટર્ફ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન

2026-03-11 15:31:00
Author: Ajay Motiwala
ઘાટકોપર જોલી જિમખાનામાં રવિવારે લેડીઝ ટર્ફ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન

મુંબઈ: ઘાટકોપર જોલી જિમખાના દ્વારા મહિલાઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ અને પ્રોત્સાહન વધારવા માટે મહિલાદિનના અવસરે એક ભવ્ય લેડીસ ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જિમખાનાના ચેરમેન રજનીકાંત શાહ, કારોબારી ટ્રસ્ટી મનોજ અજમેરા, સેક્રેટરી મુકેશ બદાની, પરેશ શાહ તેમજ સમગ્ર ટ્રસ્ટીગણ અને કારોબારી સમિતિના સભ્યો હંમેશાં રમતગમતના ક્ષેત્રમાં મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે સક્રિય રહેતા આવ્યા છે.

મહિલાદિન નિમિતે તારીખ 15-03-2026, રવિવારના રોજ સવારે 8:00 વાગ્યાથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન ક્રિકેટ તથા મલ્ટી ટર્ફ સબ કમિટીના ઇન્ચાર્જ નિશિથ ગોળવાલાના માર્ગદર્શન હેઠળ લેડીઝ ક્રિકેટ સબ કમિટી અને મલ્ટી ટર્ફ સબ કમિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ ટુર્નામેન્ટમાં ઘાટકોપર અને ચેમ્બુર વિસ્તારની કુલ 16 મહિલાઓની ટીમો ભાગ લેશે. આ ટીમોને 4 વિભાગમાં વહેંચીને કુલ 23 મેચો રમાડવામાં આવશે, જેના કારણે સમગ્ર દિવસ દરમિયાન ઉત્સાહભર્યું ક્રિકેટ વાતાવરણ સર્જાશે.

ટુર્નામેન્ટમાં વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફી તથા કેશ પ્રાઈઝ આપવામાં આવશે. ઉપરાંત તમામ ખેલાડીઓને આકર્ષક ભેટો અપાશે.

આ આયોજન દ્વારા મહિલાઓમાં રમતગમત પ્રત્યે રસ વધે અને તેઓ વધુ સક્રિય રીતે રમતગમતમાં જોડાય તેવો જિમખાના તરફથી સકારાત્મક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

કેપશન....

તમામ 16 ટીમની કેપ્ટનો સાથે ક્રિકેટ તથા મલ્ટી ટર્ફ સબ કમિટીના ઇન્ચાર્જ નિશિથ ગોલવાળા અને સબ કમિટીના સભ્યો.