Sat Sep 05 2026

Logo

ભુજ ગવર્નમેન્ટ પોલિટેકનિકમાં પાયાની સુવિધાઓના અભાવથી વિદ્યાર્થીઓમાં રોષ: વિદ્યાર્થી સંગઠન દ્વારા આંદોલનની ચીમકી

2026-08-12 11:44:08
Author: Mumbai Samachar Team
ભુજ ગવર્નમેન્ટ પોલિટેકનિકમાં પાયાની સુવિધાઓના અભાવથી વિદ્યાર્થીઓમાં રોષ: વિદ્યાર્થી સંગઠન દ્વારા આંદોલનની ચીમકી

ભુજ: ભુજ સ્થિત ગવર્નમેન્ટ પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પડી રહેલી વિવિધ પાયાની અસુવિધાઓ અને શૈક્ષણિક પ્રશ્નો અંગે કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરાઈ છે.

વિદ્યાર્થી સંગઠનની રજૂઆત મુજબ, કેમ્પસમાં પીવાના પાણીમાં કચરો આવતાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે. વિવિધ ડિપાર્ટમેન્ટના શૌચાલયોમાં સફાઈ અને પાણીનો અભાવ છે, જ્યારે કેન્ટીનનું બાથરૂમ બંધ હાલતમાં છે. છેલ્લાં છ મહિનાથી કેન્ટીન અને લાઈબ્રેરીના પંખા બંધ હોવાથી વિદ્યાર્થીઓ બફારાથી તોબા પોકારી ઉઠ્યા છે. આ ઉપરાંત લાઈબ્રેરીમાં તૂટેલી ખુરશીઓ, મિકેનિકલ વર્કશોપમાં ગાઈડનો અભાવ, પાર્કિંગની અવ્યવસ્થા અને કેમ્પસમાં ઊગી નીકળેલાં બાવળિયા-કાંટાથી અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે.

વિદ્યાર્થી સંગઠન દ્વારા આ તમામ સમસ્યાઓનો સાત દિવસમાં સંતોષકારક નિકાલ લાવવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે અને જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓના હિતમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ઉત્સવ વૈદ્ય

વધુ જુઓ...