Thu May 21 2026

Logo

કોલકાતા સામે પડકાર, 227 રનનો લક્ષ્યાંક મળ્યો

2026-04-02 21:45:42
Author: Ajay Motiwala
Article Image

PTI


કોલકાતા: ઈડન ગાર્ડન્સમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બૅટિંગ મળ્યા બાદ ખાસ કરીને ચાર બૅટ્સમેનના સાધારણ છતાં ઉપયોગી પ્રદર્શનથી 20 ઓવરમાં આઠ વિકેટે 226 રન કરીને યજમાન કોલકાતા (Kolkata) નાઇટ રાઇડર્સને 227 રનનો પડકારરૂપ ટાર્ગેટ આપ્યો હતો.226 રન આ વખતની આઇપીએલનો સર્વોચ્ચ સ્કોર હતો. 19મી ઓવર સુધી હૈદરાબાદ (Hyderabad)ની ઇનિંગ્સમાં છ વિકેટે 200-પ્લસ રન થયા હતા, પરંતુ કોઈની પણ હાફ સેન્ચુરી નહોતી.

જોકે 20મી ઓવરમાં હિન્રિક ક્લાસેને હાફ સેન્ચુરી પૂરી કરી હતી. તે એ ઓવરમાં આઉટ થયો હતો. ક્લાસેને 35 બૉલમાં એક છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી બાવન રન કર્યા હતા અને ઝિમ્બાબ્વેથી આવેલા પેસ બોલર બ્લેસિંગ મુઝરબાનીના બૉલમાં વિકેટ ગુમાવી બેઠો હતો. એ ઓવરના અંતિમ બૉલમાં મુઝરબાનીએ શિવાંગ કુમારની પણ વિકેટ લીધી હતી.

એ પહેલાં, ટ્રૅવિસ હેડે 46 રન, અભિષેકે 48 અને નીતીશ કુમારે 39 રન કર્યા હતા. મુઝરબાનીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. વૈભવ અરોરાને બે તેમ જ કાર્તિક ત્યાગી અને અનુકૂલ રૉય એક-એક વિકેટ લઈ શક્યા હતા.