Mon Sep 14 2026

Logo

અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઈરાનમાં ખુવારીઃ નેવી ચીફના મોત સાથે મૃતકોની સંખ્યા 555ને પાર

Tehran   2026-03-02 15:04:00
Author: Mayur Patel
અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઈરાનમાં ખુવારીઃ નેવી ચીફના મોત સાથે મૃતકોની સંખ્યા 555ને પાર

અમેરિકા અને ઈઝરાયલે મળીને ઈરાન પર કરેલા હુમલામાં ખામેનેઈના મોત બાદ ઈરાન અને પશ્ચિમ દેશો વચ્ચે સીધો સૈન્ય સંઘર્ષ શરૂ થયો છે.  આ હુમલામાં ઈરાનમાં મૃતકોની સંખ્યા 555 પર પહોંચી છે.  ઈરાનનું કહેવું છે કે તેઓ અટકવાના નથી. જ્યારે ઈઝરાયલી સેનાએ કહ્યું કે, જો ઈરાન નહીં અટકે  તો તેઓ મોટા હુમલાને અંજામ આપી શક છે.  યુએસ-ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈરાનના કોનાર્ક નેવલ બેસ પર ત્રણ જહાજ ડૂબ્યા હતા. ઉપરાંત ઈરાનના નેવી ચીફ શાહરામ ઈરાનીનું પણ મોત થયું છે.

એકબાજુ ઈઝરાયલ અને અમેરિકા ઈરાનમાં મિસાઈલ એટેક કરી રહ્યું છે ત્યારે ઈરાન પણ પલટવાર કરી રહ્યું છે. ઈરાને ઈઝરાયલ ઉપરાંત ખાડી દેશોમાં આવેલા અમેરિકાના સૈન્ય ઠેકાણાને નિશાન બનાવ્યા છે.  ઈરાનની મિસાઈલોએ દુબઈ, કુવૈત, બહેરીન, કતાર અને ઓમાન જેવા દેશોનું આકાશ લાલ કરી દીધું છે. 

ઈઝરાયલે હિઝબુલ્લાહના અનેક ઠેકાણાને નિશાન બનાવ્યા

ઈઝરાયલ-અમેરિકાની મિસાઈલોએ ઈરાકની રાજધાની બગદાદના દક્ષિણમાં આવેલા જુરફ અલ-સખ વિસ્તારમાં હિઝબુલ્લાહના અનેક ઠેકાણાને નિશાન બનાવ્યા છે. હુમલાથી ઘણું નુકસાન થયું છે. જેમાં વાહનો, સાઈટ્સ અને ગોડાઉનો નાશ પામ્યા છે.

નેતન્યાહૂ માટે લોહી-પૈસા વહાવી રહ્યા છે ટ્રમ્પઃ લારીજાની

ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સેક્રેટરી અલી લારીજાનીએ ફરી એક વખત અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આડેહાથ લીધા હતા. તેમણે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, ટ્રમ્પની વિશફુલ થિંકિંગથી સમગ્ર વિશ્વને બિનજરૂરી યુદ્ધમાં ધકેલી દીધું છે. શું ટ્રમ્પ ખરેખર અમેરિકન સૈનિકોના મોતથી ચિંતિત છે? ટ્રમ્પ મેરિકન ધન અને લોહીને ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂની ગેરકાયદે વિસ્તારવાદી મહત્વકાંક્ષાઓને આગળ વધારવા કુર્બાન કરી રહ્યા છે.

વધુ જુઓ...