Sun Jun 28 2026

Logo

કાવ્યા મારન રજનીકાંતના પરિવારમાં પુત્રવધૂ બનશે? જાણો સોશિયલ મીડિયા પરની હકીકત

2026-06-28 21:04:59
Author: Mumbai Samachar Team
Article Image

હૈદરાબાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફ્રેન્ચાઈઝી ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારણ સાથે જોડાયેલા એક ન્યૂઝ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. વાત એના લગ્નની છે પણ કોની સાથે એ નામ સામે આવતા ફેન્સ અનેક પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે. કાવ્યા મારન સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક એવી મોટી ફિલ્મોમાં દમદાર સંગીત આપનાર મ્યુઝિક કમ્પોઝર અનિરૂદ્ધ રવિચંદર સાથે લગ્ન કરવા જઈ રહી છે. 

ક્યારેય જાહેરમાં વાત ન કરી

સન ટીવી નેટવર્કની એક્ઝિક્યુટિવ ડાયરેકટર કાવ્યા IPL મેચ દરમિયાન હંમેશાં પોતાની ટીમને સપોર્ટ કરતી જોવા મળી હતી. હકીકત એ પણ છે કે, મ્યુઝિક ડાયરેક્ટર અનિરૂદ્ધે કાવ્યા સાથેની રિલેશનશિપને લઈને કોઈ દિવસ જાહેરમાં કોઈ પુષ્ટિ કરી નથી. પણ હવે એના પરિવારજનોએ આ વાતની ખાતરી કરી દીધી છે. હવે કાવ્યા અને અનિરૂદ્ધ લગ્ન કરવા માટે જઈ રહ્યા છે. અનિરુદ્ધના પરદાદા કે. સુબ્રમણ્યમ, 1930ના દાયકામાં ફિલ્મ નિર્માતા હતા. એટલે ફિલ્મો સાથેનો સંબંધ અનિરૂદ્ધને વારસામાં મળ્યો છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. 

પૌત્ર-માસી પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યાંગના ડૉ. પદ્મ સુબ્રમણ્યમ છે. બીજી બાજુ કાવ્યા ઉદ્યોગપતિ કલાનિધિ મારનની પુત્રી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ ઉપરાંત, તે SA20 માં સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ અને 'ધ હન્ડ્રેડ'માં સનરાઇઝર્સ લીડ્સની સહ-માલિક પણ છે.

આ ગીતથી મળી ફેઈમ

અનિરુદ્ધ વર્ષ 2011માં આવેલા વાયરલ હિટ ગીત "વ્હાય ધીસ કોલાવેરી દી"થી જાણીતા થયા હતા. આ ગીત ધનુષ પર રેકોર્ડ કરવામાં આવ્યું હતું પણ સંગીત એમાં અનિરૂદ્ધે આપ્યું હતું. તેમણે અસંખ્ય સફળ ગીતો આપ્યા છે અને તમિલ ફિલ્મ ઉદ્યોગમાં પોતાને એક મુખ્ય સંગીતકાર તરીકે એસ્ટાબ્લિશ્ડ થયા બાદ તેમણે અનેક એવા ફિલ્મ પ્રોજેક્ટ પર હાથ અજમાવ્યો અને સફળ પણ થયા હતા.

તેમના નોંધપાત્ર સક્સેફૂલ મ્યુઝિકમાં 'જેલર', 'જર્સી', 'જવાન' અને 'લિયો' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમના પરિવાર દ્વારા ફિલ્મ ઉદ્યોગ સાથે પણ તેમનો ગાઢ સંબંધ છે તમિલ સુપરસ્ટાર રજનીકાંત તેમના કાકા છે. અનિરુદ્ધના કાકા અને અભિનેતા વાયજી મહેન્દ્રએ સંગીતકાર કાવ્યા સાથેના લગ્ન વિશે વાત કરી. 

નવું સાહસ શું કરશે?

મીડિયા રિપોર્ટમાં એમના કાકાએ કહ્યું હતું કે, તે ખૂબ જ શાંત અને સંયમી યુવાન છે. મેં સાંભળ્યું છે કે તેઓ લગ્ન કરી રહ્યા છે. તે કોઈ સામાન્ય મહિલા નથી. કાવ્યા પાસે SRH જેવી મોટી ટીમનું સંચાલન કરવાની ક્ષમતા છે. કાવ્યા તેના પિતા પાસેથી વારસામાં વ્યવસાયિક કુશળતા મળી છે. તેઓ એક મહાન દંપતી બનવાના છે. બંનેએ સંગીત વ્યવસાયમાં સાથે કામ કરવું જોઈએ." 

હવે કાવ્યા પોતાનું કોઈ નવું સાહસ શરૂ કરશે કે ખરેખર સંસાર શરૂ કરીને પારિવારિક જવાબદારી સંભાળશે કે પછી હાલમાં તેની પાસે જે પોર્ટફોલિયો છે એમાં જ આગળ વધે. આ વાતનો જવાબ તો હવે કાવ્યા આપી શકે અથવા તો અનિરૂદ્ધ આના પર મોટી સ્પષ્ટતા કરી શકે.