બેંગલુરુઃ ભારતમાં અનેક જગ્યાએ આંદોલનો ચાલી રહ્યાં છે. પહેલા દિલ્હીમાં જંતર મંતર પર આંદોલન થયું હતું. ઝારખંડમાં હજી પણ વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા છે. તેવામાં હવે કર્ણાટક અને તમિલનાડુમાં પણ આવું જ કંઈક થઈ રહ્યું છે. કાવેરી નદીના પાણીની વહેંચણી અંગે કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે, આજે કન્નડ સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા 'કર્ણાટક બંધ'ને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો....
કર્ણાટક બંધના એલાનને સમર્થન મળ્યું કે નહીં?
કન્નડ સંગઠનો ‘કર્ણાટક બંધ’ની જાહેરાત કરવામાં આવી તેમાં અનેક સંસ્થાઓએ બંધમાં સામેલ ના થવાનું પસંદ કર્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે જાહેર પરિવહન BMTC KSRTC અને મેટ્રો પણ નિયમિત રીતે ચાલતી જોવા મળી છે. આ સાથે કેબ અને રિક્ષાવાળાઓએ પણ બંધ પાળ્યું નથી. જો કે, કેટલીક શાલાઓએ આજે એક દિવસ રજાની જાહેરાત કરી છે.
Bengaluru, Karnataka: The pro-Kannada group’s bandh saw no impact at Mysore Bank Circle, while police were deployed at Town Hall as a precaution pic.twitter.com/ukEXtUWjEN
— IANS (@ians_india) August 13, 2026
મોટા શહેરોમાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત
બંધનું એલાન કરવામાં આવ્યું હોવાથી કર્ણાટકના અનેક મોટા શહેરોમાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી અને સુરક્ષા વધારી દેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે કન્નડા સંગઠન નેતા વાટાલ નાગરાજે રેલી કાઢવાની જાહેરાત કરી હતી, પરંતુ તેની કોઈ ખાસ અસર દેખાઈ નહોતી. આ સાથે રાજ્યના અન્ય શહેરોમાં પણ બંધ જેવું કઈ લાગ્યું નથી. શાળા-કોલેજો ચાલુ રહી અને હોટેલો પણ ચાલુ જોવા મળી હતી.
Vijayanagar, Karnataka: The Karnataka bandh had minimal impact in the district, with public transport, private vehicles, schools, colleges and businesses operating as usual pic.twitter.com/SoiPfcjb08
— IANS (@ians_india) August 13, 2026
પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે, જોઈ કોઈ વ્યક્તિ કે સંગઠન લોકોને પરાણે આ બંધમાં સામેલ થવા માટે દબાણ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે રાજ્યમાં હિંસા, ધમકી, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવું, રસ્તાઓ જામ કરવા, જાહેર સેવાઓ બંધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
‘કર્ણાટક બંધ’ના એલાનમાં શું બંધ રહ્યું?
કાવેરી જળ વિવાદને લઈને ‘કર્ણાટક બંધ’ના એલાનને કારણે, માંડ્યા જિલ્લાના કેઆર પેટ, શ્રીરંગપટ્ણા, મદ્દુર, પાંડવપુરા અને માંડ્યા તાલુકામાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનરે તમામ દારૂની દુકાનો, બાર અને રેસ્ટોરન્ટ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ પ્રતિબંધ આજે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી અમલમાં રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. સરકારી કચેરીઓ સિવાય, લગભગ બધી ખાનગી કંપનીઓ અને આઇટી કંપનીઓએ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું કહ્યું છે.