Tue Aug 18 2026

Logo

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જલ ભુઇયાએ એવું તે શું કહ્યું કે, કોલેજિયમ સિસ્ટમ ફરી ચર્ચામાં આવી?

2026-08-01 20:04:31
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ દેશમાં ન્યાયાધીશોની નિમણૂક અંગે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા વચ્ચે હવે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉજ્જલ ભૂયને કોલેજિયમ સિસ્ટમ પર ખુલ્લેઆમ પ્રશ્ન ઉઠાવ્યો છે.જેમાં તેમણે આપેલા નિવેદનને કારણે વકીલ અને જજ લોબીમાં એક અલગ દિશામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. એમણે એવું નિવદેન આપ્યું હતું કે, લોકોને કીડી કહેનારા પણ અત્યારે જજ બની જાય છે.  ન્યાયિક નિમણૂકોમાં પારદર્શિતાનો અભાવ એવા વ્યક્તિઓને ન્યાયતંત્રનો ભાગ બનવાની મંજૂરી આપે છે. જે ચોક્કસ સમુદાયો અથવા વર્ગોના સભ્યોને "કીડીઓ" સાથે સરખાવે છે અને પછીથી કોઈપણ જવાબદારીનો સામનો કર્યા વિના છટકી જાય છે. આવા નિવેદનોને બંધારણની ભાવનાની સંપૂર્ણપણે વિરુદ્ધ ગણાવ્યા.આ વાત કેટલા અંશે ખરી-ખોટી છે એ દિશામાં હવે ચર્ચા શરૂ થઈ છે. 

મામલો આખરે છે શું?

જસ્ટિસે સ્પષ્ટ કહ્યું હતું કે, જો ન્યાયપાલિકામાં નિયુક્તિની પ્રક્રિયા વધારે સ્પષ્ટ હોત અને ઉમેદવારોને લઈને સાર્વજનિક સ્તરે ચર્ચા થતી હોત તો આવા લોકોની એન્ટ્રીને રોકી શકાઈ હોત. મામલો હવે અહીંયાથી શરૂ થાય છે. એન્ટ્રી રોકવાની વાત આવી એ મુદ્દાને લઈ અનેક પ્રકારની વાતચીત થઈ રહી છે. નવી દિલ્હીમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર (IIC) ખાતે વિધિ સેન્ટર ફોર લીગલ પોલિસી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં 'ધ જ્યુડિશિયલ ટ્રાન્સપરન્સી ઇન્ડેક્સ' રિપોર્ટ રજૂ કરતી વખતે જસ્ટિસ ભૂયને પૂછ્યું કે, ન્યાયાધીશ બનવા માટે તૈયાર થયેલા લોકો વિશે જાહેર ચર્ચા કરવામાં શું સમસ્યા છે. જસ્ટિસે કહ્યું કે, જો આવા લોકોની નિયુક્તિને રોકવી હશે તો ચર્ચા તો કરવી પડશે. લોકોને એ જાણવાનો પણ અધિકાર છે કે, દેશમાં કેવા લોકોને જજ બનાવવામાં આવી રહ્યા છે.પ્રજા સામે આ જાણકારી રાખવામાં નુકસાન શું છે? પારદર્શિતા વધારવાથી ન્યાય પાલિકા પર પ્રજાનો ભરોસો વધારે મજબૂત થશે અને વધશે. 

આ પ્રક્રિયા ગુપ્ત રાખવામાં આવે છે

કૉલેજિયન સિસ્ટમમાં જજની નિયુક્તિની પ્રક્રિયા અને બદલીની પ્રક્રિયાને સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવે છે. આને કોઈ રીતે સાર્વજનિક કરવામાં આવતી નથી. એ પણ સ્પષ્ટ કરવામાં આવતું નથી કે, કોઈની બદલી શા માટે કરવામાં આવી અને કોઈની રજૂઆતને શા માટે ટાળી દેવામાં આવી. વર્ષ 2025 માં યોજાયેલી ત્રણ કોલેજિયમ બેઠકોનો ઉલ્લેખ કરતા, એ નોંધવામાં આવ્યું હતું કે, નિમણૂકો અથવા બદલીઓ અંગે કોઈ સ્પષ્ટ કારણો જાહેર કરવામાં આવ્યા ન હતા. જ્યારે ભૂતકાળના ઘણા કિસ્સાઓમાં, કોલેજિયમ તેના નિર્ણયો માટે વિગતવાર કારણો જાહેર કરતું હતું.કોલેજિયમ સિસ્ટમની ટીકાઓને સંબોધતા, CJI સૂર્ય કાંતે અગાઉ જણાવ્યું હતું કે, જ્યારે કોલેજિયમ સુપ્રીમ કોર્ટમાં નિમણૂક માટે નામોની ભલામણ કરે છે, ત્યારે ઘણા પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે. - જેમ કે તેમનો વર્ક રેકોર્ડ, ન્યાયાધીશ તરીકેનો કાર્યકાળ, અગાઉ રાખેલા હોદ્દા અને તેમનું વ્યાવસાયિક જીવન પણ. કારણ ન ગણાવીને સંસ્થા અસલમાં ઘણા જજને નુકસાન કરે છે જે ખરેખર સારા છે અને તેણે ખરેખર સારૂ કામ કરેલું છે. 

ચર્ચા થવી કેમ જરૂરી?

આપણે ન્યાય પાલિકામાં એવા લોકોને આવવાનો રસ્તો બનાવીએ છીએ જે બાદમાં લોકોના ગ્રૂપને એક કિડી કહી દે છે અને અન્ય એવી ટિપ્પણીઓ કરે છે જે સંપૂર્ણ રીતે બંધારણને યોગ્ય નથી. બંધારણના મુલ્યની વિરુદ્ધમાં છે.આ પ્રકારના લોકોનો પ્રવેશ રોકવા માટે કેટલીક ચર્ચાઓ થવી અનિવાર્ય છે. તાજેતરમાં હાઈકોર્ટના એક જજે આ પ્રકારની ટિપ્પણી કરી હતી. હકીકત એ છે કે, અલ્હાબાદ કોર્ટના પૂર્વ જજે 2024માં વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યક્રમમાં  પોતાના નિવેદનથી બબાલ થઈ જાય એવું કર્યું હતું. એ પછી વિપક્ષના નેતાઓએ એમના ભાષણની સામે કાર્યવાહી કરવા માગ કરી હતી. પણ અહીંય ભુઈયાએ કોઈનું નામ લીધું ન હતું. આપણા દેશમાં, આપણને શીખવવામાં આવે છે કે નાનામાં નાના જીવોને પણ નુકસાન ન પહોંચાડો - કીડીઓને પણ ન મારવી. 

શું બોલ્યા હતા જસ્ટિસ સૂર્યકાંત?

આ પાઠ આપણામાં ઊંડાણપૂર્વક સ્થાયી થઈ ગયો છે. કદાચ એટલા માટે જ આપણે સહિષ્ણુ અને દયાળુ છીએ. જ્યારે બીજાઓ મુશ્કેલીમાં હોય છે, ત્યારે આપણે તેમનું દુઃખ પણ અનુભવીએ છીએ. પરંતુ સંસ્કૃતિમાં, બાળકોને ખૂબ જ નાની ઉંમરથી પ્રાણીઓની હત્યા થતી જોવા મળે છે. તો પછી, તમે તેમની પાસેથી સહિષ્ણુ અને દયાળુ બનવાની અપેક્ષા કેવી રીતે રાખી શકો? સુપ્રીમ કોર્ટ કોલેજિયમના અગાઉના ત્રણ નિવેદનોમાં ન્યાયાધીશોની પદોન્નતિની ભલામણ કરવા માટે કોઈ કારણો આપવામાં આવ્યા ન હતા. તેમણે કહ્યું, કેટલાક એવું પણ કહી શકે છે કે તે અમુક હદ સુધી ફોર્મ્યુલા અથવા 'કટ-એન્ડ-પેસ્ટ' કામ જેવા હતા. પરંતુ ઓછામાં ઓછા તે ભલામણોને ન્યાયી ઠેરવવા માટે કેટલાક કારણો આપવામાં આવ્યા હતા. એ પછી જસ્ટિસ સૂર્યકાંતે કેટલાક લોકોને કોક્રોચ કહી દેતા વિવાદ ઊભો થયો હતો. પછી કોક્રોચ જનતા પાર્ટી નામનું એક ઓનલાઈન આંદોલન શરૂ થઈ ગયું.