ધનબાદઃ ઝારખંડના ધનબાદમાં ઈડી દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદે કોલસા ખનન, તસ્કરી, વસૂલી સાથે મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ અત્યાર સુધીની સૌથી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી દરમિયાન ઈડીએ કુલ 31 જગ્યાએ રેડ પાડી હતી. ઈડી દ્વારા આ કાર્યવાહી દરમિયાન 160 કરોડ રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડ રોકાણો ફ્રીજ કરવામાં આવ્યા છે. આ સાથે રૂપિયા 1.02 કરોડ રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. આ સાથે 200 થી વધારે સંપત્તીના દસ્તાવેજો અને ડિઝિટલ સબૂતો પણ જપ્ત કરવામાં આવ્યાં છે.
160 કરોડ રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડ રોકાણો ફ્રીજ
ઈડી દ્વારા 28 જુલાઈના રોજ આ કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ રેડ ધનબાદ અને તેની આસપાસના વિસ્તારમાં ચાલી રહેલા કોલસા ખાણમાં કરવામાં આવી હતી. ઈડીએ કોસલા વેપારી અનિય ગોયલ, એલબી સિંહ, હરેન્દ્ર ચૌહાણ અને તેની સહયોગીઓ, સંબંધીઓ અને તેની કંપની સાથે જોડાયેલા લોકોને ત્યાં રેડ પાડી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ કાર્યવાહી દરમિયાન ગણેશ યાદવ, પપ્પૂ મંડલ, રોહિત યાદવ અને માધો સિંહ સહિત અનેક લોકો પણ સામેલ હોવાનું જાણવા મળ્યું હતું.
#jharkhand ધનબાદમાં ગેરકાયદેસર કોલસાના વેપાર પર EDએ કાર્યવાહી કરી; અધધધ રૂપિયા 1.02 કરોડની રોકડ જપ્તpic.twitter.com/2YNLJTzSbK
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) July 30, 2026
200થી વધારે મકાનો, જમીનો અને અચલ સંપત્તિના દસ્તાવેજો જપ્ત
આ કાર્યવાહીની વાત કરવામાં આવે કો, ઈડીએ 160 કરોડ રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડ રોકાણો ફ્રીજ કર્યાં છે. આ સાથે 1.02 રૂપિયા રોકડા, મોટી સંખ્યામાં ડિજિટલ ઉપકરણો, ખાતાઓ સાથે જોડાયેલા દસ્તાવેજો સાથે અનેક આપત્તિજનક રેકોર્ડ પણ રેડ દરમિયાન મળી આવ્યાં છે. આ તમામ સાબૂતોને જપ્ત કરી લેવામાં આવ્યાં છે. આ રેડ દરમિયાન 200થી વધારે મકાનો, જમીનો અને અચલ સંપત્તિના દસ્તાવેજોને પણ જપ્ત કરવામાં આવ્યાં છે. આ કેસમાં ઈડી દ્વારા 2025માં પણ રેડ પાડવામાં આવી હતી. પરંતુ આ વખતે મોટી સંખ્યામાં રોડક, મ્યુચ્યુઅલ ફંડ અને અનેક દસ્તાવેજો મળી આવ્યાં છે. ઈડી દ્વારા અત્યારે સુધી જેટલી મોટી રેડ પાડવામાં આવી તેમાંની આ એક મોટી રેડ છે.