Sat Apr 18 2026

Logo

જસદણ તાલુકા ભાજપના ઉપપ્રમુખ જયંતી સરવૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં, જાણો શું કારણ...

2026-04-18 11:24:00
Author: Vimal Prajapati
Article Image

રાજકોટ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. તેવામાં કેટલાક નેતાઓ કે કાર્યકર્તાઓ જે તે પાર્ટી વિરૂદ્ધ જઈને પણ કામ કરી રહ્યા હોવાના અહેવાલો મળતા રહે છે. આ મામલે પાર્ટી દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. રાજકોટના જસદણ તાલુકામાં પણ આવું જ બન્યું છે. જસદણ તાલુકા ભાજપના ઉપપ્રમુખને હોદ્દા તેમજ પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આખરે શા માટે ભાજપે  જસદણ તાલુકા ભાજપના ઉપપ્રમુખને સસ્પેન્ડ કર્યાં? 

પાર્ટીએ જયંતી સરવૈયા 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યાં

પાર્ટી દ્વારા એક એક પત્ર લખીને જસદણ તાલુકા ભાજપના ઉપપ્રમુખ જયંતી સરવૈયાને સસ્પેનડ કરી દીધા છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે જયંતી સરવૈયાને પાર્ટીએ ટિકિટ ન આપતા પત્નીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતાં. જિલ્લા પંચાયતની ભાડલા બેઠક પર પાર્ટી દ્વારા રમીલાબેન મેરને ટિકિટ આપવામાં આવતા વાંધો પડ્યો હતો. જેથી જયંતી સરવૈયાએ પોતાની પત્ની રમા સરવૈયાને અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

પક્ષના ઉમેદવાર સામે અપક્ષમાંથી નોંધાવી હતી ઉમેદવારી

રાજકોટ જિલ્લા ભાજપએ પત્ર લખીને જ્યંતિ સરવૈયાને સસ્પેન્ડ કરી દીધા છે. પત્રમાં લખ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ વિરૂદ્ધ જઈને જસદણ તાલુકાની ચૂંટણીમાં પાર્ટીની ઉમેદવાર સામે અપક્ષમાંથી ફોર્મ ભરી તેમજ પક્ષ વિરૂદ્ધની પ્રવૃત્તિ કરવા બદલ તેમને ભાજપના તમામ હોદ્દા પરથી 6 વર્ષ સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. પાર્ટીએ ટિકિટ ના આપી તો તેમણે પોતાની પક્ષને અપક્ષમાંથી ફોર્મ ભરાવી દીધું હતું. જેથી પાર્ટીએ આ કાર્યવાહી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.