Sun Jul 26 2026

Logo

જેસલમેર ફરવા જનારા પ્રવાસીઓ સાવધાન! વેકેશન પૂર્વે જ હવાઈ સેવા પર લાગશે બ્રેક?

2026-03-14 16:27:00
Author: Devayat Khatana
Article Image

જેસલમેર: વેકેશનની સિઝનમાં ગુજરાતીઓમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોઈ તો રાજસ્થાન છે. રાજસ્થાનમાં પણ ખાસ કરીને ઉદેપુર, જોધપુર અને જેસલમેરમાં ગુજરાતી પ્રવાસીઓનો ઘસારો સૌથી વધુ જોવા મળતો હોય છે. ત્યારે વેકેશનની સીઝન પૂર્વે ગુજરાતી પ્રવાસીઓ માટે એક માઠા સમાચાર છે. કારણ કે જેસલમેર ફરવા જતા પ્રવાસીઓને વીમાન સેવા મળી રહેશે નહી. 

મળતી વિગતો અનુસાર, આગામી ૨૯મી માર્ચથી દેશભરમાં ફ્લાઈટ્સ સંચાલનમાં ફેરફાર થશે અને સમર શીડ્યુલ લાગુ થશે. અ સમર શીડ્યુલ લાગુ થતા દેશના અનેક એરપોર્ટ પરની સેવામાં ફેરફાર થશે, જો કે રાજસ્થાનના જેસલમેરમાં તો આ સમય દરમિયાન સંપૂર્ણપણે સેવા બંધ થાય તેવા અહેવાલ છે. કારણ કે સમર શીડ્યુલમાં જેસલમેર એરપોર્ટનું નામ જ નથી. 

છેલ્લા કેટલાક વર્ષોથી, જેસલમેર એરપોર્ટથી એપ્રિલથી સપ્ટેમ્બર સુધી ફ્લાઇટ્ સેવા સ્થગિત કરવામાં આવે છે. માર્ચના છેલ્લા રવિવારે ફ્લાઇટ શેડ્યૂલ બદલાય છે. સમર શીડ્યુલ અનુસાર જેસલમેર એરપોર્ટથી કોઈ ફ્લાઇટ્સ ઉડાન ભરતી નથી, જેના કારણે તે અવાવરું બની રહે છે. આ વખતે પણ એવું જ થવાની ધારણા છે. 29 માર્ચે લાગુ થનારા સમર શીડ્યુલમાં જેસલમેર એરપોર્ટથી કોઈ ફ્લાઇટ્સ ઉડાન ભરશે નહીં.

આ અંગે સ્થાનીકોનું માનવું છે કે જેસલમેરને આખું વર્ષ હવાઈ સેવાઓની જરૂર છે. તેઓએ જણાવ્યું હતું કે ઉનાળા દરમિયાન સીધી ફ્લાઇટ્સની માંગ ઓછી હોય તો પણ, સરકાર અને એરલાઇન્સે કનેક્ટિંગ ફ્લાઇટ્સ ચાલુ રાખવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ. આ ઉનાળા દરમિયાન પણ જેસલમેરના પ્રવાસન ઉદ્યોગને ફાયદો થશે અને સ્થાનિક રહેવાસીઓને પણ રાહત મળી રહેશે. .