ભારતીય ક્રિકેટર ઈશાન કિશન અત્યારે માત્ર મેદાન પરના તેના શાનદાર પ્રદર્શન માટે જ નહીં, પરંતુ તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. એમાં પણ ગઈકાલની ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ઈશાનદાર કિશનની એક્સ્ટ્રા ઓર્ડિનરી ફિલ્ડિંગને કારણે તો પીચ પર અને સોશિયલ મીડિયા પર પણ છવાયેલો છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા (Aditi Hundia) સાથેની તસવીરો અને અદિતિ દ્વારા તેને કરવામાં આવતો સપોર્ટ અવારનવાર હેડલાઇન્સ બને છે.
વાત કરીએ અદિતિ હુંડિયા કોણ છે એની તો અદિતી એ માત્ર એક ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ તરીકેની જ પણ પોતાની મહેનતથી ફેશન ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ ધરાવે છે. અદિતિએ વર્ષ 2019માં 'ફેમિના મિસ ઈન્ડિયા રાજસ્થાન'નો ખિતાબ જીત્યો હતો. 2018માં તેણે 'મિસ સુપરનેશનલ ઈન્ડિયા' નો તાજ પહેર્યો હતો. તેણે ઈન્ટરનેશનલ લેવલ પર પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, જે તેના સફળ મોડલિંગ કરિયરની સાક્ષી આપે છે.
અદિતિ પહેલી વખત ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે વર્ષ 2019માં આઈપીએલની ફાઈનલ મેચ દરમિયાન તે ઈશાન કિશન અને મુંબઈ ઈન્ડિયન્સને ચીયર કરતી જોવા મળી હતી. ત્યારથી સોશિયલ મીડિયા પર બંનેના રિલેશનશિપની ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે, બંનેએ ક્યારેય સત્તાવાર રીતે આ બાબતે જાહેરાત કરી નથી, પરંતુ અદિતિની સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં ઈશાન કિશન પ્રત્યેનો તેનો પ્રેમ ભારોભાર જોવા મળે છે.
ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલી આઈસીસીસી ટી20 વર્લ્ડકપની ફાઈનલ્સમાં પણ અદિતી ટીમ ઈન્ડિયા અને ઈશાન કિશનને ચિયર અપ કરતી જોવા મળી હતી. અદિતીની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો અગાઉ જણાવ્યું એમ ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ સિવાય અદિતીની પોતાની એક આગવી ઓળખ છે.
અદિતિ જયપુરની રહેવાસી છે અને તેણે જયપુરની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી એજ્યુકેશન લીધું છે. અદિતી મોડલિંગની સાથે સાથે તે બિઝનેસ અને ફેશન મેનેજમેન્ટમાં પણ રુચિ ધરાવે છે. અદિતિ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય છે. તેની ગ્લેમરસ તસવીરો અને ફિટનેસ વિડિયોઝ ફેન્સને ખૂબ પસંદ પડે છે. ઈશાનની દરેક મોટી ઇનિંગ બાદ અદિતિની ઇન્સ્ટા સ્ટોરી અચૂક વાયરલ થાય છે.