Sun Apr 12 2026

Logo

ઇરાનની ઑસ્ટ્રેલિયાને વિનંતી, `અમને અમારી મહિલા ફૂટબોલર્સની ચિંતા થાય છે, તેમનું ધ્યાન રાખજો'c

Brisbane   2026-03-09 17:38:39
Author: Ajay Motiwala
Article Image

બ્રિસ્બેનઃ ઑસ્ટ્રેલિયામાં એએફસી વિમેન્સ એશિયન કપ નામની મહિલાઓ માટેની ફૂટબૉલ સ્પર્ધામાં રવિવારે ઇરાન (Iran)ની ટીમ હારી ગઈ ત્યાર બાદ સ્ટેડિયમની બહાર આ પરાજિત ખેલાડીઓ ટીમની બસમાં બેસી ગઈ ત્યાર બાદ બસની આસપાસ આ ટીમના સપોર્ટરો ભેગા થઈ ગયા હતા અને `અમારી આ ખેલાડીઓની રક્ષા કરજો' એવું સૂત્ર પોકાર્યું હતું. ઇરાનની ટીમનો ફિલિપીન્સ સામે 0-2થી પરાજય થયો હતો.

માનવ અધિકારના હિમાયતી અને ઑસ્ટ્રેલિયામાં વસતા ઇરાની નાગરિકોના સભ્ય હાદિ કરિમી (Hadi Karimi)એ કહ્યું હતું કે બસની બહાર ઊભેલા સપોર્ટરો (Supporters)ને સ્પષ્ટ દેખાતું હતું કે બસમાં બેઠેલી ત્રણેક મહિલા ખેલાડીઓ મદદ માટેની અપીલ કરી રહી હતી.

હાદિ કરિમીએ પત્રકારોને એવું પણ કહ્યું કે `ઑસ્ટ્રેલિયાની પોલીસ, સરકાર અને પ્રજા દરેકને સંદેશ આપીએ છીએ કે બસમાં બેઠેલી ઇરાનની મહિલા ફૂટબૉલ ખેલાડીઓએ મદદ માટે અપીલ કરી છે. અમારી આ અપીલ અત્યંત મહત્ત્વની છે. તેમના જીવ જોખમમાં છે.'

ઇરાન હાલમાં મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધમાં કેન્દ્રસ્થાને છે અને ઇરાનની બહાર જે પણ લોકો અન્ય દેશમાં છે તેમના જીવ વિશે ઇરાનને તેમ જ સ્થાનિક સત્તાવાળાઓ ચિંતિત છે. દરમ્યાન ઇરાનની મહિલા ટીમની રક્ષા બાબતમાં ફૂટબૉલ સંસ્થા ફિફાના અધિકારીઓએ ઑસ્ટ્રેલિયાની સરકાર સાથે વાટાઘાટ કરી છે.