દુબઈ: યુએસ અને ઇઝરાયલે કરેલા હુમલાનો બદલો લેવા ઈરાન મધ્યપૂર્વમાં આવેલા યુએસના ઠેકાણાં પર હુમાલો કરી રહ્યું છે. અહેવાલ મુજબ મંગળવારે મોડી રાત્રે દુબઈમાં યુએસ કોન્સ્યુલેટ પર ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ડ્રોન હુમલાને કારણે કોન્સ્યુલેટની બિલ્ડીંગ પાસે આગ લાગી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.
યુએસ મીડિયા અહેવાલ મુજબ એક ડ્રોન કોન્સ્યુલેટની બિલ્ડિંગની બાજુમાં આવેલા પાર્કિંગ લોટ પર પડ્યું હતું, ડ્રોન પાડવાને કારણે આગ ફાટી નીકળી હતી. એક વિડીયોમાં જોવા મળે છે કે યુએસ કોન્સ્યુલેટ બિલ્ડિંગની પાછળથી ધુમાડાના ગોટા નીકળી રહ્યા છે.
ડ્રોન હુમલો થતા દુબાઈ પોલીસે યુએસ કોન્સ્યુલેટ તરફ જતાં તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતાં અને રાહદારીઓને ઘટના સ્થળેથી દૂર કર્યા હતાં. દુબઈના મીડિયા અહેવાલ મુજબ યુએસ કોન્સ્યુલેટ નજીક ડ્રોન હુમલાને કારણે લાગેલી આગને સફળતાપૂર્વક કાબુમાં લેવામાં આવી અહતી. ઈમરજન્સી ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી, કોઈને ઈજાના પહોંચી નથી.
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ દુબઈમાં યુએસ કોન્સ્યુલેટ પર ડ્રોન હુમલો થયો હોવાની પુષ્ટિ કરી છે, તેમણે જણાવ્યું કે યુસ કોન્સ્યુલેટના તમામ સ્ટાફ મેમ્બર્સ સુરક્ષિત છે.
કુવૈત અને રિયાધમાં યુએસ દૂતાવાસને નિશાન બનાવવામાં આવ્યા:
નોંધનીય છે કે સોમવારે ઈરાને કુવૈત અને મંગળવારે રિયાધમાં આવેલા યુએસ દૂતાવાસને નિશાન બનાવ્યા હતાં.
સાઉદી સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી હતું કે રિયાધમાં યુએસ દૂતાવાસ પર બે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.