ધરમશાલાઃ આઇપીએલ-2026માં સૌથી વધુ 652 રન બનાવનાર સર્વોત્તમ બૅટ્સમૅન સાઇ સુદર્શન મંગળવારે રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી) સામેની પ્લે-ઑફ મૅચમાં હિટ-વિકેટમાં આઉટ થયો એ આ ટૂર્નામેન્ટના ઇતિહાસની પહેલી ઘટના નહોતી, પરંતુ બે રીતે આ બનાવ અલગ તરી આવે છે. એક બાબત એ છે કે સુદર્શન આ ટૂર્નામેન્ટના ઇતિહાસનો એવો પહેલો ખેલાડી છે જે બે વખત હિટ-વિકેટ થયો છે. બીજું, તે શૉટ મારવાની ઍક્શનમાં બૅટના હૅન્ડલ પરની પકડ ગુમાવી બેસતાં હિટ-વિકેટ થયો હતો. આઇપીએલના ઇતિહાસમાં કુલ 18 બૅટ્સમેન હિટ-વિકેટ થયા છે. સુદર્શન બે વખત આઉટ થયો હોવાથી હિટ-વિકેટમાં કુલ 19 વખત વિકેટ પડી છે.

ગુજરાત ટાઇટન્સને મંગળવારે 255 રનનો તોતિંગ લક્ષ્યાંક મળ્યો ત્યાર બાદ ઓપનર સાઇ સુદર્શન (Sudarshan) પોતાના માત્ર 14 રનના સ્કોર પર જેકબ ડફીના બૉલમાં હિટ-વિકેટ (Hit Wicket) થયો હતો. શૉટ માર્યા બાદ સુદર્શનના હાથમાંથી (પાછળની તરફ) બૅટ છટકી ગયું હતું. ટપ પડ્યા બાદ બૅટ સ્ટમ્પ્સને વાગ્યું હતું, એલઇડી લાઇટ ઝગમગી ઉઠી હતી, બેલ નીચે પડી હતી અને સુદર્શનને હિટ-વિકેટ આઉટ જાહેર કરાયો હતો. સુદર્શન બાદ કૅપ્ટન શુભમન ગિલ (બે રન) અને જૉસ બટલર (29 રન) પણ સસ્તામાં આઉટ થઈ ગયા હતા અને ગુજરાતની ટીમ ફક્ત 162 રન બનાવી શકતા બેંગ્લૂરુનો 92 રનથી વિજય થયો હતો અને એણે ફાઇનલમાં સીધો પ્રવેશ મેળવ્યો હતો.

ખરેખર તો સુદર્શનની વિચિત્ર સંજોગોમાં વહેલી વિકેટ પડવાને કારણે જ ગુજરાતે છેવટે પરાજય જોવો પડ્યો હતો. જોકે હવે સુદર્શને ઑરેન્જ કૅપ જાળવી રાખવા શુક્રવારે ક્વૉલિફાયર-ટૂમાં સારું રમવું પડશે. સુદર્શન 2022માં પહેલી વખત આઇપીએલમાં હિટ-વિકેટ થયો હતો. ત્યારે તે કીરૉન પોલાર્ડના બૉલમાં હિટ-વિકેટ આઉટ જાહેર કરાયો હતો. ત્યારે પણ તેણે પોતાના 14 રન પર વિકેટ ગુમાવી હતી.
Sai Sudharsan-ಗೆ ಇತಿಹಾಸದಲ್ಲೇ ಅತ್ಯಂತ ದುರಾದೃಷ್ಟಕರ Dismissal! 😲💔
— Star Sports Kannada (@StarSportsKan) May 26, 2026
ಕೈಯಿಂದ ಬ್ಯಾಟ್ ಜಾರಿ ವಿಕೆಟ್ಗೆ ಬಿದ್ದ ಆ ಶಾಕಿಂಗ್ ಕ್ಷಣ ಇಲ್ಲಿದೆ ನೋಡಿ!👀
ವೀಕ್ಷಿಸಿ | #TATAIPL 2026, Qualifier 1 👉 #RCBvsGT | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ. pic.twitter.com/GJv0YawDvd
આઇપીએલમાં હિટ-વિકેટમાં આઉટ થયેલા ખેલાડીઓઃ સુદર્શન બે વખત અનલકી
(1) 2026માં સાઇ સુદર્શન (ગુજરાત), બોલર જેકબ ડફી (બેંગ્લૂરુ)
(2) 2025માં કુસાલ મેન્ડિસ (ગુજરાત), બોલર જસપ્રીત બુમરાહ (મુંબઈ)
(3) 2025માં કૃણાલ પંડ્યા (બેંગ્લૂરુ), બોલર પૅટ કમિન્સ (હૈદરાબાદ)
(4) 2025માં અભિનવ મનોહર (હૈદરાબાદ), બોલર આકાશ મઢવાલ (મુંબઈ)
(5) 2023માં આયુષ બદોની (લખનઊ), બોલર વેઇન પાર્નેલ (બેંગ્લૂરુ)
(6) 2022માં સાઇ સુદર્શન (ગુજરાત), બોલર કીરૉન પોલાર્ડ (મુંબઈ)
(7) 2021માં જૉની બેરસ્ટૉ (હૈદરાબાદ), બોલર કૃણાલ પંડ્યા (મુંબઈ)
(8) 2020માં રાશીદ ખાન (હૈદરાબાદ), બોલર શાર્દુલ ઠાકુર (ચેન્નઈ)
(9) 2020માં હાર્દિક પંડ્યા (મુંબઈ), બોલર આન્દ્રે રસેલ (કોલકાતા)
(10) 2019માં રિયાન પરાગ (રાજસ્થાન), બોલર આન્દ્રે રસેલ (કોલકાતા)
(11) 2017માં શેલ્ડન જૅક્સન (કોલકાતા), બોલર વૉશિંગ્ટન સુંદર (પુણે)
(12) 2016માં ડેવિડ વૉર્નર (હૈદરાબાદ), બોલર અક્ષર પટેલ (પંજાબ)
(13) 2016માં દીપક હૂડા (હૈદરાબાદ), બોલર નૅથન કૉલ્ટર-નાઇલ (દિલ્હી)
(14) 2016માં યુવરાજ સિંહ (હૈદરાબાદ), બોલર મિચલ મૅક્લેનઍગન (મુંબઈ)
(15) 2012માં સૌરભ તિવારી (બેંગ્લૂરુ), બોલર હરભજન સિંહ (મુંબઈ)
(16) 2012માં રવીન્દ્ર જાડેજા (ચેન્નઈ), બોલર ડેલ સ્ટેન (દિલ્હી)
(17) 2009માં સ્વપ્નિલ અસનોડકર (રાજસ્થાન), બોલર ઍલ્બી મૉર્કલ (ચેન્નઈ)
(18) 2008માં મિસબાહ-ઉલ-હક (બેંગ્લૂરુ), બોલર એસ. શ્રીસાન્ત (પંજાબ)
(19) 2008માં મુસાવિર ખોટે (મુંબઈ), બોલર એસ. શ્રીસાન્ત (પંજાબ)
સુદર્શન આવી હિટ-વિકેટમાં નૉટઆઉટ કહેવાયઃ અમ્પાયર અનિલ ચૌધરી
https://t.co/bTjD4pmZzp
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 27, 2026
Video
મંગળવારે ગુજરાત ટાઇટન્સનો ઓપનર સાઇ સુદર્શન (14 રન) બેંગ્લૂરુના કિવી રાઇટ-આર્મ પેસ બોલર જેકબ ડફીના બૉલમાં હિટ-વિકેટમાં જે રીતે આઉટ જાહેર કરવામાં આવ્યો એ સંબંધમાં ભારતના જાણીતા અમ્પાયર અનિલ ચૌધરીએ ચોંકાવનારું મંતવ્ય આપ્યું છે. સોશ્યલ મીડિયા પરના વીડિયો મુજબ તેમણે કહ્યું છે કે `સુદર્શનનો શૉટ પૂરો થઈ ગયો હતો, તેના હાથમાંથી બૅટ છટકી ગયા બાદ સ્ટમ્પ્સને વાગતાં બેલ્સ નીચે પડી હતી. જોકે આ કિસ્સામાં સુદર્શને શૉટ કમ્પ્લીટ કરી દીધો હતો, સારી પ્રોસેસ પૂરી થઈ ગઈ હતી અને ત્યાર બાદ તેના હાથમાંથી છટકેલું બૅટ સ્ટમ્પ્સને વાગતાં બેલ્સ નીચે પડી હતી. આ સંજોગોમાં તે હિટ-વિકેટની અપીલમાં નૉટઆઉટ કહેવાય.'