Wed Jul 22 2026

Logo

IPLના કયા સ્ટાર ખેલાડીની તાત્કાલિક ધરપકડ કરવા હાઈ કોર્ટે આપ્યો આદેશ? જાણો વિગત

2026-07-21 10:02:00
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ આઈપીએલનો સ્ટાર ખેલાડી અભિષેક પોરેલ વિવાદમાં સપડાયો છે. મેડિકલ વિદ્યાર્થિની પર રેપ, ધમકી અને મારપીટના ગંભીર આરોપો હેઠળ કલકત્તા હાઇ કોર્ટે IPL ક્રિકેટર અને દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર-બેટ્સમેન અભિષેક પોરેલ તથા અન્ય એક આરોપીની તાત્કાલિક ધરપકડ કરવા આદેશ આપ્યો હતો. લગ્નની ખોટી લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હોવાની હુગલીના મોગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. જોકે, પોરેલે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. 

ફરિયાદ મુજબ મેડિકલ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ બાદ તેની અંગત તસવીરો દ્વારા બ્લેકમેલ અને ઈન્ટરનેટ પર બ્લેકમેલ કરવાની ધમકી આપવામાં આવતી હતી. પીડિતાની કથિત આપત્તિનજક તસવીરો વાયરલ ન થાય તે માટે કોર્ટે આરોપીઓના મોબાઈલ, લેપટોપ અને બીજા ઈલેક્ટ્રોનિક ઉપકરણો કબજે કરવા પણ આદેશ આપ્યો હતો.

વિદ્યાર્થિનીના આરોપ મુજબ, પ્રેમમાં ફસાવીને તેનું શોષણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત અંગત તસવીરો અને વીડિયો કોઈ જાણકારી વગર રેકોર્ડ કરાયા હતા. બાદ તેને બ્લેકમેલ કરવામાં આવી હતી અને વાયરલ કરવાની ધમકી આપીને શરીર સંબંધ બાંધ્યા હતા.

વિદ્યાર્થિનીના વકીલે કોર્ટમાં કહ્યું કે, જ્યાં સુધી આ ઉપકરણો જપ્ત નહીં થાય ત્યાં સુધી તસવીરોના ખોટા ઉપયોગનો ખતરો રહેશે. વકીલોએ દાવો કર્યો તે, બંને આરોપીએ માત્ર આ વિદ્યાર્થિનીને જ નહીં પરંતુ અન્ય યુવતીઓને પણ પ્રેમજાળમાં ફસાવીને તેની અંગત તસવીરો મેળવી હતી અને તેમને પણ બ્લેકમેલ કરી હતી. જેના તેમણે કોર્ટમાં પુરાવા પણ રજૂ કર્યા હતા.

કોર્ટે પોલીસને અત્યાર સુધીની કાર્યવાહીનો રિપોર્ટ 11 ઓગસ્ટ સુધીમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે. તેમજ આ મામલાની સુનાવણી પણ 11 ઓગસ્ટે થશે.

23 વર્ષીય અભિષેક પોરેલ આઈપીએલના 35 મેચમાં 145.37ના સ્ટ્રાઇક રેટથી 769 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 65 રન છે. તે આઈપીએલમાં 3 વખત નોટ આઉટ રહ્યોછે. ઉપરાંત 80 ચોગ્ગા અને 28 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે બે વખત ગોલ્ડન ડકનો પણ શિકાર બન્યો છે.