નવી દિલ્હીઃ આઈપીએલ 2026માં ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનઊ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો રમાયો હતો. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી રોમાંચક મેચમાં લખનઊએ કોલકાતાને 3 વિકેટથી હરાવ્યું હતું. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતાં 181 રન બનાવ્યા હતા. 182 રનનો ટાર્ગેટ લખનઊએ અંતિમ બોલ પર હાંસલ કર્યો હતો. મેચમાં એક સમયે કોલકાતાની જીત નિશ્ચિત લાગતી હતી પરંતુ મુકેશ ચૌધરીએ 27 બોલમાં 7 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી અણનમ 54 રન બનાવીને લખનઊને વિજય અપાવ્યો હતો. આઈપીએલ ઓક્શનમાં 21 વર્ષીય મુકુલ ચૌધરી માટે લખનઊએ 2.60 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. તે સમયે તમામને આશ્ચર્ય થયું હતું. શરૂઆતની બે મેચમાં પણ પણ તે ખાસ કમાલ કરી શક્યો નહોતો પરંતુ લખનઊ સામે વિસ્ફોટક બેટિંગ કરતાં જ સોશિયલ મીડિયા પર મુકુલ ચૌધરી ટ્રેન્ડ થવા લાગ્યો હતો.
પિતાનું સપનું કરી રહ્યો છે પૂરું
રાજસ્થાનના ઝૂંઝનુનો રહેવાસી 21 વર્ષીય મુકુલ ચૌધરીના પિતાનું સપનું તેમનો પુત્ર ક્રિકેટ ખેલાડી બને તેવું હતું. તેનો ખુલાસો મુકુલ ચૌધરીએ એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. તેણે કહ્યું કે, મેં મારી માતા પાસેથી સાંભળ્યું હતું કે, પિતા ક્રિકેટના ઘણા શોખીન હતા. મારા જન્મ પહેલાથી જ તેઓ તેમનો પુત્ર ક્રિકેટર બને તેમ ઈચ્છતા હતા . શરૂઆતમાં આર્થિક પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ મારા પિતાએ મને ક્રિકેટર બનાવવાનો શક્ય તમામ પ્રયાસ કર્યો અને મારે જે ચીજો જોઈતી હતી તે ઉપલબ્ધ કરાવી. મુકુલ ચૌધરી બાળપણથી જ ટીમ ઈન્ડિયાની પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનો મોટો ફેન છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ સામે એક ઈનિંગમાં 7 છગ્ગા લગાવનારો મુકુલ ચૌધરી આઈપીએલમાં ડ્વેન બ્રાવોના એક મોટા રેકોર્ડની બરાબરી કરી છે. મુકુલ ચૌધરી હવે આઈપીએલમાં ડ્વેન બ્રાવો બાદ 7 નંબર કે તેથી નીચલા ક્રમે બેટિંગ કરતી વખતે રન ચેઝમાં 7 છગ્ગા ફટકારનારો બીજો બેટ્સમેન બન્યો હતો. આ પહેલા બ્રાવોએ વર્ષ 2018માં આ કારનામું સીએસકે તરફથી રમતી વખતે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં કર્યું હતું.
𝐖𝐇𝐀𝐓. 𝐀. 𝐊𝐍𝐎𝐂𝐊
— IndianPremierLeague (@IPL) April 9, 2026
Mukul Choudhary was absolutely brilliant in Kolkata
He pulls off a famous heist for @LucknowIPL
Scorecard https://t.co/ov5gAlAtPH #TATAIPL | #KhelBindaas | #KKRvLSG pic.twitter.com/CXo53CQmLf
મુકુલ ચૌધરીની કેવી છે કરિયર
મુકુલ ચૌધરી આક્રમક મિડલ ઓર્ડર બેટ્સમેન છે. તેનો જન્મ 6 ઓગસ્ટ, 2024ના રોજ થયો હતો. તે રાજસ્થાન તરફથી ઘરેલું ક્રિકેટ રમે છે. તેણે અત્યાર સુધીમાં 4 ફર્સ્ટ કલાસ, 5 લિસ્ટ-એ તથા 10 ટી20 મેચ રમી છે. ફર્સ્ટ ક્લાસ મેચમાં તેણે 17.16ની સરેરાશથી 103 રન બનાવ્યા છે. લિસ્ટ એ ક્રિકેટમાં તેણે 14.20ની સરેરાશથી 71 રન બનાવ્યા છે. ટી20 ક્રિકેટમાં મુકુલે 164.70ના સ્ટ્રાઈક રેટથી 280 રન બનાવ્યા છે, જેમાં ત્રણ અડધી સદી પણ સામેલ છે.
મુકુલ ચૌધરી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025-26માં તોફાની બેટિંગ કરીને ચર્ચામાં આવ્યો હતો. તેણે પાંચ ઈનિંગમાં 57.66ની એવરેજ અને 198.85ના સ્ટ્રાઈક રેટથી 173 રન બનાવ્યા હતા. જેમાં 10 ચોગ્ગા અને 13 છગ્ગા સામેલ હતા. આઈપીએલ 2026 માટે થયેલી હરાજીમાં 30 લાખ રૂપિયા બેઝ પ્રાઈઝ ધરાવતાં મુકુલને લખનઊએ 2.60 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો.