ઇન્દોર: દિલ્હીના AI સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ કરેલા પ્રદર્શન મુદ્દે ભાજપના કાર્યકરો કોંગ્રેસનો વિરોધ કરી રહ્યા છે. જેમાં મધ્યપ્રદેશના ઇન્દોરમાં ભાજપ કાર્યકરો કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કરવા એકત્ર થયા હતા. જોકે, આ દરમિયાન કોંગ્રેસ અને ભાજપ કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. તેમજ તેની બાદ સામસામો પથ્થરમારો થતા વાતાવરણ તંગ બન્યું હતું.
ભાજપ કોંગ્રેસના કાર્યકરો પથ્થરમારામાં ઘાયલ
આ સમગ્ર ઘટનાની વિગતો મુજબ દિલ્હીના AI સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ કરેલા શર્ટલેશ પ્રદર્શન બાદ ઇન્દોરમાં ભાજપ યુવા મોરચાના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કરવા એકત્ર થયા હતા. ભાજપ યુવા મોરચાના કાર્યકરો સુત્રોચ્ચાર કરી રહ્યા હતા. ત્યારે કોંગ્રેસ કાર્યકરો પણ સામો સુત્રોચ્ચાર કરી રહ્યા હતા. પોલીસે બંને જૂથ વચ્ચે બેરીકેડ મુક્યા હતા. જોકે, થોડા સમય બાદ ઉગ્ર સુત્રોચ્ચાર સામસામો પથ્થરમારો શરૂ થયો હતો. આ પથ્થરમારા બંને તરફ કાર્યકરો ઘાયલ થયા છે.
#WATCH | Indore, MP | A clash broke out between the Congress and the BJP workers during the BJP's protest condemning the Indian Youth Congress protest at the India AI Impact Summit yesterday. Stone pelting also took place. Police deployed to control the situation. pic.twitter.com/m0jICnNAzd
— ANI (@ANI) February 21, 2026
ભાજપે કોંગ્રેસના વિરોધને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું
જોકે, બંને તરફથી લાંબા સમય સુધી પથ્થરમારો થયો હતો. જેમાં અનેક કાર્યકરો ઘાયલ થયા છે. જેમને પોલીસે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જોકે, ઇન્દોર ભાજપ યુવા મોરચાના પ્રમુખ સૌગત મિશ્રાએ જણાવ્યું હતું કે જ્યારે દુનિયા ભારતની AI ક્ષમતાઓની પ્રશંસા કરી રહી છે. ત્યારે કોંગ્રેસનું આ પ્રકારનું પ્રદર્શન દુર્ભાગ્યપૂર્ણ અને રાષ્ટ્રની ગરિમાને નુકસાન પહોંચાડે છે.