Tue Sep 08 2026

Logo

ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમ રોમાંચક મુકાબલામાં પરાજિત

Manchester   2026-06-21 22:44:54
Author: Ajay Motiwala
ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમ રોમાંચક મુકાબલામાં પરાજિત

BCCIWomen


મૅન્ચેસ્ટરઃ ટી-20 મહિલા વર્લ્ડ કપમાં ભારતની ટીમને 7/158 રનનો સાધારણ સ્કોર છેવટે નડ્યો, કારણકે સાઉથ આફ્રિકાએ અંતિમ ઓવરમાં પાંચ બૉલ બાકી રાખીને લક્ષ્યાંક મેળવી લીધો હતો. ભારતને પણ જીતવાની તક હતી, પણ લૉરા વૉલ્વાર્ટની ટીમે 19.1 ઓવરમાં 4/161ના સ્કોર સાથે વિજય હાંસલ કરી લીધો હતો.

સ્પિનર શ્રી ચરનીનો ત્રણ વિકેટનો શાનદાર પર્ફોર્મન્સ પાણીમાં ગયો હતો. શેફાલી વર્માને એક વિકેટ મળી હતી, પણ બીજી ચાર બોલર વિકેટ વિનાની રહી હતી.

મૅરિઝેન કૅપ (81 અણનમ) અને તેઝમિન બ્રિટ્સ (40 રન)ની ઇનિંગ્સને લીધે ભારતીય ટીમે છેવટે હાર સ્વીકારવી પડી હતી.

એ પહેલાં, ભારતે 20 ઓવરમાં સાત વિકેટે 158 રન બનાવ્યા હતા. હરમનપ્રીતની ટીમનો બૅટિંગ પર્ફોર્મન્સ નબળો રહ્યા બાદ બોલર્સ પરચો નહોતી બતાવી શકી. 158 રનમાં શેફાલી વર્માના 31 રન હાઇએસ્ટ હતા. સ્મૃતિ (17 રન), હરમનપ્રીત (24 રન), દીપ્તિ શર્મા (29) અને જેમિમા (12 રન) પણ સારું રમવામાં નિષ્ફળ ગઈ હતી.