મુંબઈ: આજે બુધવારે ભારતીય શેર બજારે સામાન્ય વધારા સાથે કારોબાર શરુ કર્યો, શરૂઆત બાદ તુરંત બજારમાં ઘટાડો નોંધાયો. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ 150 પોઈન્ટના વધારા સાથે 83,600 પોઈન્ટની ઉપર ખુલ્યો, નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 25,752 પોઈન્ટ પર ખુલ્યો.
બજાર ખુલ્યાના તુરંત બાદ પ્રોફિટ બુકિંગને કારણે સેન્સેક્સ 83,500 પોઈન્ટની નીચે આવી ગયો હતો, એજ રીતે નિફ્ટી 25,725 પોઈન્ટના સ્તરે પહોંચી ગયો હતો. કારોબાર શરૂ થયાના 15 મિનિટમાં બજારમાં આ ઉતારચઢાવ જોવા મળ્યો હતો.
શરૂઆતના કારોબારમાં લગભગ 1,292 શેરમાં વધારો નોંધાયો, 921 શેરમાં ઘટાડો નોંધાયો, જ્યારે 176 શેરમાં કોઈ ફેરફાર ન નોંધાયો.
શરૂઆતના કારોબારમાં નિફ્ટી પર મેટલ અને હેલ્થકેર કંપનીઓના શેરોમાં સારી ખરીદી નોંધાઈ હતી. હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, એપોલો હોસ્પિટલ્સ, સિપ્લા અને લાર્સન એન્ડ ટર્બોમાં વધારો નોંધાયો, બીજી તરફ, ONGC, કોલ ઇન્ડિયા, ટેક મહિન્દ્રા, HCL ટેક્નોલોજીસ અને TCS માં વધારો નોંધાયો.
ગઈ કાલે મંગળવારે સેન્સેક્સ 173.81 પોઈન્ટ(0.21 ટકા)ના વધારા સાથે 83,450.96 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 42.65 પોઈન્ટ(0.17 ટકા)ના વધારા સાથે 25,725.40 પોઈન્ટ પર બંધ થયો હતો
BSE-લિસ્ટેડ શેરોમાંથી, 2,447 ગ્રીન ઝોનમાં, જ્યારે 1,756 રેડ ઝોનમાં બંધ થયા હતાં. 149 શેરોના ભાવ યથાવત રહ્યા હતાં.