Sun Mar 15 2026

Logo

ખુલતાની સાથે જ ભારતીય શેર બજાર ગબડ્યું: સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટ તૂટ્યા

1 week ago
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે.  આજે બુધાવરે બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 2 ટકાથી વધુના ઘટાડા સાથે 78,528.82 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 24,388.80 પોઈન્ટ પર ખુલ્યો છે.

ઇન્ફોસિસ, એચસીએલ અને ટીસીએસ સિવાય સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 27 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા. એલ એન્ડ ટીના શેર 6 ટકાથી વધુનો મોટો ઘટાડો નોંધાયો, જ્યારે ટાટા સ્ટીલના શેરમાં 4 ટકાનો ઘટાડો નોંધાયો. આજે શરૂઆતના ઘટાડાને કારણે રોકાણકારોનાં ₹9 લાખ કરોડ ધોવાઈ ગયા છે.  

હોળીની રજાને કારણે ગઈ કાલે મંગળવારે ભારતીય શેરબજાર પર કારોબાર બંધ રહ્યો હતો. સોમવારે ભારતીય શેરબજારમાં ભારે ઘટાડા સાથે બંધ થયા હતાં. સેન્સેક્સ 1,048 પોઈન્ટ અને NSE નિફ્ટી 575 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયા હતાં.

(આ અહેવાલ માત્ર જાણકારી માટે છે. મુંબઈ સમાચાર કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવાની સલાહ આપે છે.)