(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેશ અને રાજ્યમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે મહારાષ્ટ્ર માટે આગામી ૨૪ કલાક દરમ્યાન તોફાની પવન ફૂંકાવાની સાથે જ કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે.રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં સતત ફેરફાર થઈ રહ્યો છે. એક તરફ વિદર્ભ અને મરાઠવાડામાં કાળઝાળ ગરમી પડી રહી છે તો અમુક જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, તેમાં હવે હવામાન વિભાગે મોટી ચેતવણી જારી કરી છે.
હવામાન વિભાગે મરાઠવાડા, નાશિક, છત્રપતિ સંભાજીનગરમાં તોફાની પવનો સાથે ભારે વરસાદની ચેતવણી આપી છે. માત્ર વરસાદ જ નહીં, પરંતુ કરા પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે. વરસાદ માટે યલો અલર્ટની ચેતવણી જારી કરવામાં આવી છે. પરભણી, ધારાશિવ અને ધુળેમાં તાપમાન ૪૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યમાંથી ગરમી ઓછી થઈ ગઈ છે. હવે કમોસમી વરસાદ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે.
દેશનાં ઘણાં રાજ્યોમાં વરસાદ પડ્યો છે. તોફાની પવનો સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. ચક્રવાત અને ભારે વરસાદની સ્થિતિ છે. સોમવારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ચોમાસાનું આગમન આગામી દિવસોમાં થવાનું છે તે પહેલાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. નાંદેડ જિલ્લામાં સાંજે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. આ વરસાદ ગાજવીજ સાથે હતો. ઉમરી તાલુકાના બોલસામાં એક ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં વીજળી પડવાથી આઠ બકરા અને એક ગાયનું મોત થયું છે.
બોલસાના સંતોષ ચિક્તાવડ ખેતરમાંથી પોતાના પશુઓ સાથે ઘરે જઈ રહ્યા હતા ત્યારે અચાનક જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો હતો. પરભણીમાં સાંજના સુમારે ઘણા વિસ્તારોમાં જોરદાર પવન સાથે પ્રી-મોન્સૂન વરસાદ પડયો હતો. અચાનક જોરદાર પવનને કારણે પોખરની શિવરામાં ઘરોની છત ઊડી ગઈ. પોખરના રેલવે સ્ટેશનો પર છત ઊડી ગઈ અને વીજળીના વાયર તૂટી ગયા, જેના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ગંગાખેડ તાલુકાના ગૌંડગાંવ શિવરામાં વીજળી પડવાથી બે પ્રાણીઓનાં મોત થયાં હતાં. ભારે પવન અને વરસાદને કારણે ભારે નુકસાન થયું હતું. ઘણા ઘરોને નુકસાન થયું હતું.
AI Generated Images