Tue Oct 06 2026

Logo

એશિયન ગેમ્સમાં ભારતનો સપાટો: બાંગ્લાદેશને 10-0થી કચડીને સેમિફાઇનલમાં એન્ટ્રી!

Kakamigahara   2026-09-28 18:59:45
Author: Mumbai Samachar Team
એશિયન ગેમ્સમાં ભારતનો સપાટો: બાંગ્લાદેશને 10-0થી કચડીને સેમિફાઇનલમાં એન્ટ્રી!

કાકામિગાહારાઃ કાગામિગાહારામાં રમાયેલી એશિયન ગેમ્સની મેચમાં ભારતીય પુરુષ હૉકી ટીમે બાંગ્લાદેશ સામે 10-0થી ભવ્ય વિજય મેળવ્યો છે. કેપ્ટન હરમનપ્રીત સિંહ અને શિલાનંદ લાકડાએ બબ્બે-બબ્બે ગોલ ફટકાર્યા હતા. 

ભારતીય પુરુષ હૉકી ટીમે સોમવારે પુલ-એની છેલ્લી ગ્રુપ મેચમાં બાંગ્લાદેશને 10-0થી હરાવીને એશિયન ગેમ્સમાં પોતાનું અજેય ફોર્મ જાળવી રાખ્યું હતું. ભારત પુલ-એમાં ટોચ પર છે અને હવે 1 ઓક્ટોબરે સેમિફાઇનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાનનો સામનો કરશે.

ભારત તરફતી કેપ્ટન હરમનપ્રીત સિંહ (27મી અને 40મી મિનિટ), શિલાનંદ લાકડા (44મી અને 45મી મિનિટ) એ બે-બે ગોલ કર્યા, જ્યારે અભિષેક (3જી મિનિટ), જુગરાજ સિંહ (22મી), સુખજીત સિંહ (32મી), સંજય (59મી) અને મનદીપ સિંહ (60મી) એ એક-એક ગોલ કર્યો હતો. ભારતે અગાઉ ઇન્ડોનેશિયાને 13-1, દક્ષિણ કોરિયાને 8-2, સિંગાપોરને 7-0 અને જાપાનને 2-0 થી હરાવ્યું હતું.