Thu Sep 03 2026

Logo

ભારતે બૅટિંગ લીધીઃ વૈભવને આજે ઇંગ્લૅન્ડમાં પણ ડેબ્યૂ ન કરવા મળ્યું!

Chester-le-Street   2026-07-01 22:00:00
Author: Ajay Motiwala
ભારતે બૅટિંગ લીધીઃ વૈભવને આજે ઇંગ્લૅન્ડમાં પણ ડેબ્યૂ ન કરવા મળ્યું!

ચેસ્ટર-લી-સ્ટ્રીટઃ ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચવાળી ટી-20 (T20) સિરીઝની પ્રથમ મૅચમાં ભારતે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જોકે વૈભવ સૂર્યવંશીને ઇલેવનમાં ન સમાવવાનો ભારતીય ટીમ મૅનેજમેન્ટનો અભિગમ આયરલૅન્ડ બાદ હવે ઇંગ્લૅન્ડ સામે પણ જાળવી રાખવામાં આવ્યો છે.

ભારતે આયરલૅન્ડમાં તેને બેમાંથી એકેય મૅચમાં ન રમાડ્યો અને ભારત નબળી બૅટિંગને કારણે બેઉ મૅચ હાર્યું અને આયરલૅન્ડે ભારતનો 2-0થી ઐતિહાસિક વાઇટવૉશ કર્યો હતો.

દરમ્યાન ઇંગ્લૅન્ડ સામેની ભારતની પ્લેઇંગ ઇલેવન આ મુજબ છેઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), સંજુ સૅમસન, અભિષેક શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, હર્ષિત રાણા, શિવમ દુબે, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી.

ઇંગ્લૅન્ડની ટીમમાં હૅરી બ્રૂક (કૅપ્ટન), ફિલ સૉલ્ટ, જૉસ બટલર (વિકેટકીપર), જેકબ બેથેલ, ટૉમ બૅન્ટન, સૅમ કરૅન, વિલ જૅક્સ, લિઆમ ડૉસન, આદિલ રાશીદ, લ્યૂક વૂડ અને સાકિબ મહમૂદ.