Wed Aug 19 2026

Logo

LPG ગેસની કટોકટીને કારણે ભારતે શોધી કાઢ્યો 'વિકલ્પ', જાણો સરકારે શું કહ્યું?

2026-03-19 20:37:21
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવને લઈને અનેક રાષ્ટ્રોમાં બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, જોકે ભારત પણ એમાંથી બાકાત નથી. યુદ્ધની અસર ભારત ઉપર પણ દેખાઈ રહી છે. સરકારના તમામ દાવાઓ છતાં LPG ગેસ સંકટથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે રેસ્ટોરાંથી લઈને ઔદ્યોગિક એકમ સુધી ગેસની અછત વર્તાઇ રહી છે. કેટલાક રેસ્ટોરાં અને હોટેલ બંધ થવાની કગાર પર છે ત્યારે સરકારે આ સ્થિતિમાંથી ઉકેલ લાવવા વૈકલ્પિક વસ્તુઓનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. 

ઊર્જાની વહેચણીમાં આવી રહેલી મુશ્કેલીના માહોલ વચ્ચે સરકારનું એવું કહેવું છે કે સ્થિતિને સામાન્ય કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. સરકાર દરેક મુદ્દાને લઈને ગંભીર છે. મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવને લઈને ઊર્જાની કટોકટી ઊભી થઈ છે. આ LPG ગેસની કટોકટીની માઠી અસર દેખાઈ રહી છે. 

LPG ગેસની પ્રાપ્યતા પર દબાણ વધી રહ્યું છે. પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સંયુક્ત સચીવ સુજાતા શર્માના જણાવ્યા અનુસાર પશ્ચિમ એશિયામાં સંઘર્ષની અસર ભારત પર પડી રહી છે. ભારતને યુદ્ધ શરૂ થયું એ સમયથી કેટલોક અણસાર આવી ચૂક્યો હતો. ભારતનો 90 ટકા LPG ગેસ હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવે છે. ભારત મોટી માત્રામાં LPG ગેસ આયાત કરે છે. આ દરિયાઈમાર્ગમાં મોટી મુશ્કેલીઓ આવતા અને ઈરાને બંધ કરી દેતા મોટી સમસ્યાઓ ઊભી થઈ. 

હવે અમેરિકા પાસેથી LPG ગેસ

હાલની સ્થિતિએ ભારત અમેરિકા પાસેથી પણ LPG ગેસ લેવા માટે તૈયાર છે, જેથી ગેસની કટોકટીમાં રાહત ઊભી કરી શકાય. LPG ગેસની પૂર્તિ કરવા માટે એસ્ટ્રેલિયા અને રશિયા જેવા દેશમાંથી પણ આયાત ચાલું છે. સરકાર ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતો પર કામ કરી રહી છે જેથી કટોકટીને સામાન્ય કરી શકાય. 

સરકારના પ્રયાસો પૂરતા હોવા છતાં પણ LPG ગેસ પર દબાણ યથાવત છે. ઓનલાઈન બુકિંગ પ્રોસેસમાં થોડો સુધારો થયો છે. 93 ટકા ગ્રાહકો ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે તેમ છતાં અનેક જગ્યાઓ પર હજું LPG ગેસને લઈને લાઈન જોવા મળી રહી છે. 

પ્રજાને અપીલ કરવા આવે છે

ગ્રાહકોને અપીલ કરૂ છું કે, ધૈર્ય રાખજો અને ડિસ્ટ્રિબ્યુટર્સ પાસે જવાના બદલે હોમ ડિલેવરીનો આગ્રહ રાખજો. વૈશ્વિક સ્થિતિ હવે ઘણી ગંભીર બની ગઈ છે. ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સંયુક્ત કાર્યવાહી પછી સંઘર્ષનો વ્યાપ સતત વધતો જઈ રહ્યો છે. 
હવે હુમલાઓનો ટાર્ગેટ ઊર્જા આધારભૂત ઢાંચા તરફ જઈ રહ્યો છે, જ્યાં તેલ અને ગેસ ઉત્પાદન સાથે જોડાયેલા પ્લાન્ટને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ પહેલીવાર છે જ્યારે બંને પક્ષો તરફથી ઊર્જા ક્ષેત્રની મહત્વપૂર્ણ સંપત્તિઓ પર આ રીતે સીધા હુમલા કરવામાં આવ્યા છે.