Sun Aug 30 2026

Logo

ભારતના આંતરમાળખાકીય પ્રોજેક્ટ્સના ખર્ચમાં ₹ 5.66 લાખ કરોડનો વધારો: કારણ શું?india-infrastructure-projects-cost-overrun-2026

2026-03-26 17:15:37
Author: Mumbai Samachar Team
ભારતના આંતરમાળખાકીય પ્રોજેક્ટ્સના ખર્ચમાં ₹ 5.66 લાખ કરોડનો વધારો: કારણ શું?india-infrastructure-projects-cost-overrun-2026

નવી દિલ્હીઃ દેશના મહત્ત્વના આંતરમાળખાકીય પ્રોજેક્ટના ખર્ચમાં એકાએક મોટો ઉછાળો જોવા મળ્યો છે. 150 કરોડથી વધારે સ્કેલના પ્રોજેક્ટ ધરાવતા કુલ 1948 પ્રોજેક્ટની સમયમર્યાદા ફેબ્રુઆરી 2026થી વધારી દેવામાં આવી છે. 41,98,684 કરોડ સુધી પ્રોજેકટ ખર્ચ પહોંચી ગયો છે. આ આંકડો મૂળ ખર્ચની તુલનામાં 5.66 લાખ રૂપિયા વધારે છે. 

ખર્ચો વધ્યો પણ સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ

કેન્દ્ર સરકારના એક ઓફિશિયલ રિપોર્ટમાંથી એ વાત સામે આવી છે કે, કુલ કેટલી યોજનાઓના કુલ ખર્ચમાં વધારો થયો છે એ અંગે કોઈ સ્પષ્ટતા નથી. માત્ર પ્રોજેક્ટ ખર્ચ વધ્યો હોવાના રિપોર્ટ મળ્યા છે. કેટલીક મહત્ત્વની આંતરમાળખાકીય યોજના અને બજેટમાં વધારો કર્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. સરકારે આ યોજનાઓમાં કુલ 19.71 લાખ કરોડ રૂપિયા તો ખર્ચી નાંખ્યા હતા. હજુ પણ આવી યોજનાઓ ખતમ થઈ નથી અને પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે પૂરા થયા નથી. ખર્ચ ક્યા કારણોસર વધ્યો અને કેવી રીતે બજેટમાં વધારો કરાયો એ અંગે કોઈ ચોખવટ કરવામાં આવી નથી.

કામ પ્રગતિ પર છે

આ રિપોર્ટના આધારે કુલ 740 યોજનાઓમાં 80 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. પ્રોજેક્ટ કેટલાક પ્રગતિ પર છે. 250 નાની યોજનાઓ એવી છે જેમાં 80 ટકા કામગીરી થઈ છે. આ પરથી એટલું કહી શકાય કે, દેશના મોટા પ્રોજેક્ટ હવે પૂરા થવાના અંતિમ તબક્કામાં છે. આ પ્રોજેક્ટ ક્યા અને કેટલા મોટા કદના છે એના વિશે કોઈ રિપોર્ટ સરકારે જાહેર કર્યો નથી. પરિવહન અને લોજીસ્ટિકમાં સૌથી વધારે 1421 યોજનાઓ ચાલું છે. રાજમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર 1108 જેટલી યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. જેમાં 10.51 લાખ કરોડના મોટા પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. 

રેલવેની કુલ 245 યોજના

રેલવેના નાના-મોટા થઈ 245 પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. જેનો કુલ ખર્ચ 8.39 લાખ કરોડ હોવાનું જાણવા મળ્યું છે. ફેબ્રુઆરી 2026 સુધીમાં દેશની મોટી અને આંતરમાળખાથી લોકોને ડાયરેક્ટ ઉપયોગમાં લઈ શકાય એવી મોટાભાગની યોજના પૂરી થઈ ચૂકી છે. જોકે, ખર્ચ વધવા પાછળની કોઈ વિગત જાણી શકાય નથી. મુંબઈ રિફાઈનરી પ્રોજેક્ટ અને નોઈડામાં એરપોર્ટને લઈને પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.