Mon Oct 05 2026

Logo

દેશમાં બેંક હડતાળ વચ્ચે મહત્વનું અપડેટ, રવિવારે બેંકો ચાલુ રહેશે

2026-09-24 22:53:23
Author: Chandrakant Kanoja
દેશમાં બેંક હડતાળ વચ્ચે મહત્વનું અપડેટ, રવિવારે બેંકો ચાલુ રહેશે

નવી દિલ્હી: દેશમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા પડતર પ્રશ્નોની માંગ સાથે 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્ર વ્યાપી બેંક હડતાળની જાહેરાત કરવામાં આવી છે. જોકે, આ દરમિયાન દેશની અમુક બેંકોની શાખા કામકાજના ભારણને ઘટાડવા માટે રવિવારે બેંકિંગ સેવા ચાલુ રાખશે. આ અંગે બેંકોએ ગ્રાહકોને મેસેજથી જાણ કરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ સામાન્ય રીતે રવિવારે બેંક બંધ રહે છે. પરંતુ 

હડતાળ પહેલા બીજા શનિવાર અને રવિવાર  છે. જેના કારણે લગભગ પાંચ દિવસ સુધી બેંકિંગ કામગીરી ઠપ્પ રહેવાની સંભાવના વધી ગઈ હતી. તેમજ આ સ્થિતીમાં હજારો કરોડના વ્યવહારો અટકી જવાની પણ સંભાવના છે. તેમજ  ચેક ક્લિયરન્સ અટકી જતાં  અને ગ્રાહકોને પગાર ચુકવણી અને અન્ય નાણાકીય વ્યવહારોમાં વિલંબ થાય તેમ છે. 

22 સપ્ટેમ્બરે  બેઠક નિષ્ફળ ગઇ હતી 

ઉલ્લેખનીય છે કે, 22 સપ્ટેમ્બરે ઇન્ડિયન બેંક્સ એસોસિયેશન અને નાણાં મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનાન્શિયલ સર્વિસિસ સાથે યોજાયેલી સમાધાન બેઠક નિષ્ફળ રહી હતી. ત્યારબાદ યુનિયનોએ હડતાળનો  નિર્ણય લીધો હતો. 

અઠવાડિયામાં 5 દિવસ કામ વર્કિંગની માંગ કરી 

બેંક યુનિયનો લાંબા સમયથી અઠવાડિયામાં 5 દિવસ કામ વર્કિંગની માંગ કરી રહ્યા છે. યુનિયનોનું કહેવું છે કે માર્ચ 2024માં બાઈલેટરલ વેજ રિવિઝન એગ્રીમેન્ટ હેઠળ 5-ડે બેંકિંગ પર સહમતી બની હતી અને તેના પર હસ્તાક્ષર પણ થયા હતા, પરંતુ સરકારે હજુ સુધી તેનો અમલ કર્યો નથી.

જ્યારે બેંક  યુનિયનોએ માંગ સ્વીકારવામાં નહીં આવે તો 26 ઑક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળની ચેતવણી પણ ઉચ્ચારી છે.