તેહરાનઃ મિડલ ઈસ્ટમાં લડાઈ શરૂ થયા બાદ ભારતની ચિંતા ક્રૂડ ઓઈલ અને ગેસને લઈને વધી ગઈ છે. ખાસ કરીને સપ્લાય ચેઈન પર અસર થતા LPG ગેસની કટોકટી ઊભી થઈ હતી. મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે મિડલ ઈસ્ટમાંથી આવતા ક્રૂડ ઓઈલની કિંમતમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે તેલના ભાવમાં ભડકો થયો છે. મિડલ ઈસ્ટને ક્રૂડ અને ગેસના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે.
ભારતને મળ્યો અન્ય એક રસ્તો
એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારત અન્ય કેટલીક જગ્યાઓ પરથી પણ ભારત ક્રૂડ અને ગેસની આયાત કરી રહ્યો છે. આ એક સંકેત છે કે, હવે ભારત હોર્મુઝ ક્રિક પર કે ખાડીના દેશ પર ક્રૂડને લઈને નિર્ભર નથી. રિપોર્ટ અનુસાર ભારતની સરકારી કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમે ટેંકરની મદદથી અંગોલાથી 20 લાખ બેરલ ક્રૂડની ખરીદી કરી હતી. કારણ કે, મોંઘા મિડલ ઈસ્ટના ક્રૂડ ઓઈલની પ્રાપ્યતા ઓછી હોવાને કારણે ભારતીય રિફાઈનરીએ વેસ્ટ આફ્રિકા અને પેસિફિક રિજીયન તરફ પ્રાધાન્ય આપી રહી છે.
શા માટે આવું કરવામાં આવ્યું?
ભારત પહેલા મિડલ ઈસ્ટ પર ક્રૂડ અને ગેસની આયાત માટે 45 ટકા નિર્ભર હતો. હવે નવા રસ્તાની શોધમાં પણ છે. ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલી લડાઈને કારણે ભારતમાં ઊર્જાની કટોકટીની અસર થઈ છે. સપ્લાય ચેઈનને પણ અસર થઈ છે.સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો રસ્તો બંધ થતા ભારતમાં LPG ગેસની અછત ઊભી થઈ હતી. યુદ્ધના કારણે મિડલ ઈસ્ટનું ક્રૂડ દુનિયાનું સૌથી મોંઘુ ક્રૂડ બન્યું છે.એશિયામાં જતાં લાખો બેરલ મધ્ય પૂર્વના કાચા તેલની કિંમત નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાતા બેન્ચમાર્કમાં અચાનક થયેલા વધારાએ એશિયાના રિફાઈનરો માટે ખર્ચ વધારી દીધો છે. જેના કારણે તેઓ વિકલ્પો શોધવા અથવા ઉત્પાદન ઘટાડવા માટે એકમો મજબૂર બન્યા છે.
ક્રૂડની ખરીદી પર એક નજર
એચપીસીએલએ એક્સોન પાસેથી ક્લોવ અને કેબિન્ડાના 10 લાખ બેરલ કાચા તેલની ખરીદી કરી છે, જેના ભાવ બ્રેન્ટ ક્રૂડ ઓઈલની સરખામણીમાં અંદાજે 15 ડોલર વધુ છે અને જેની ડિલિવરી 1થી 10 મે વચ્ચે થવાની છે. આ રિફાઈનરીએ રાજસ્થાનના રેતીલા રાજ્યમાં આવેલી પોતાની પ્રતિદિન 1,80,000 બેરલ ક્ષમતા ધરાવતી બાડમેર રિફાઈનરી માટે તેલ ખરીદ્યું છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, એચપીસીએલએ ટ્રેડર ટોટસા પાસેથી ફોરકાડોસ અને અગબામીના એક-એક મિલિયન બેરલ ખરીદ્યા હતા. ઉપરાંત, દેશની સૌથી મોટી તેલ રિફાઈનિંગ કંપની ઇન્ડિયન ઓઈલ કોર્પ પણ પશ્ચિમ આફ્રિકાથી કાચા તેલની ખરીદી કરવાનો પ્રયાસ કરી રહી હતી.