Fri May 29 2026

Logo

IMDની ડરામણી ચેતવણી: મોનસૂન પર 'અલ-નીનો'નું સંકટ, જૂન મહિનામાં આ 10 રાજ્યોમાં હીટવેવ તોડશે રેકોર્ડ, તમારું રાજ્ય તો નથી ને લિસ્ટમાં?

2026-05-29 15:01:00
Author: Darshana Visaria
Article Image

કાળઝાળ ગરમીથી હેરાન પરેશાન નાગરિકોની ચિંતામાં વધારતા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ આઈએમડી દ્વારા આ વર્ષના ચોમાસાને લઈને કરેલી આગાહી વિશે જાણીને તમે પણ ચોંકી ઉઠશો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં થનારો મોનસૂન વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય જૂન અને જુલાઈ મહિના દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઘણું વધારે નોંધાઈ શકે છે.

ચોમાસાની સિઝન દરમિયાન જ દરિયામાં 'અલ-નીનો'ની સ્થિતિ સક્રિય થવાની સંભાવના વર્તાઈ રહી છે, જેની સીધી નકારાત્મક અસર ભારતના વરસાદ પર જોવા મળશે. હવામાન વિભાગે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું છે કે આ વખતે મોનસૂન વરસાદમાં 10 ટકા સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે.

સામાન્ય કરતાં 10 ટકા ઓછો વરસાદ વરસશે
આઈએમડીના અહેવાલ મુજબ, આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનો કુલ વરસાદ સામાન્યના 90 ટકા કરતાં પણ ઓછો રહેવાની ધારણા છે. જોકે, પૂર્વત્તર ભારત માટે થોડી રાહતના સમાચાર છે, કારણ કે ત્યાં વરસાદ સામાન્ય રહી શકે છે. પૂર્વત્તરના રાજ્યોને બાદ કરતાં બાકીના સમગ્ર દેશમાં વરસાદની તંગી વર્તાઈ શકે છે.

મધ્ય અને દક્ષિણ ભારતમાં સૌથી વધુ અસર
દેશના મુખ્ય કૃષિ ક્ષેત્રો ગણાતા મધ્ય ભારતના મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢનો સમાવેશ થાય છે, ત્યાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. માત્ર જૂન મહિનાની જ વાત કરીએ તો, આ આખા મહિનામાં દેશભરમાં સામાન્ય કરતાં 10 ટકા ઓછો વરસાદ પડશે. જૂન મહિનામાં માત્ર ઉત્તર-પૂર્વ ભારત અને દેશના કેટલાક ભાગોમાં જ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે.

જૂન મહિનામાં કાળઝાળ ગરમી અને ભયંકર હીટવેવનું એલર્ટ
ચોમાસાના આગમનની વચ્ચે પણ દેશના અનેક રાજ્યોએ ગંભીર ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જૂન 2026 દરમિયાન કેટલાક રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ દિવસો સુધી હીટવેવની આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, રાજસ્થાન અને ઝારખંડમાં સામાન્ય કરતાં ઓછી હીટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ચોમાસું હાલ ક્યાં પહોંચ્યું છે?
વાત કરીએ હાલમાં ચોમાસુ ક્યાં પહોંચ્યું છે એની તો સામાન્ય રીતે ભારતમાં ચોમાસાના આગમનની સત્તાવાર તારીખ પહેલી જૂન ગણાય છે, જોકે આ વખતે તે 26મી મે સુધીમાં જ કેરળના તટે પહોંચે તેવી સાનુકૂળતાઓ જોવા મળી હતી. હાલમાં ચોમાસું શ્રીલંકા, અંડમાન અને નિકોબાર સુધી પહોંચી ગયું છે અને આગામી બેથી ત્રણ દિવસમાં તે લક્ષદ્વીપ તથા બંગાળની ખાડીમાં આગળ વધશે. 

આઈએમડીના અંદાજ પ્રમાણે, જૂનના અંત સુધીમાં ચોમાસું સમગ્ર દેશને કવર કરી લેશે, પરંતુ 'અલ-નીનો'ની પ્રતિકૂળ અસરોને કારણે વરસાદનું જોર નબળું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી મહિનાઓ પડકારજનક સાબિત થઈ શકે છે.